Get The App

ઇઝરાયેલમાં 3 બસોમાં વિસ્ફોટ ત્રાસવાદી હુમલાની પૂરી આશંકા

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
ઇઝરાયેલમાં 3 બસોમાં વિસ્ફોટ ત્રાસવાદી હુમલાની પૂરી આશંકા 1 - image


- બાટ-યામનાં મેયર બ્રારે કહ્યું : બસો પાર્કિંગ હતી, કોઈને ઇજા થઈ નથી : પાંચ વિસ્ફોટોમાંથી બેને નિષ્ફળ બનાવાયા છે

ઇઝરાયેલી પોલીસે જણાવ્યું હતું કે, બાટ-યામ શહેરના મધ્યભાગમાં બોમ્બ વિ. વિસ્ફોટો થતાં ૩ બસો નાશ પામી હતી, પરંતુ કોઇને ઇજા થઇ નથી. સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે આ ઘટના અંગે પેલેસ્ટાઇની ત્રાસવાદીઓને જવાબદાર કહ્યા હતા. આ ઘટના પછી વડાપ્રધાન નેતન્યાહુએ કેબિનેટની આપાતકાલી બેઠક બોલાવી હતી. આ ઉપરાંત જુદાં જુદાં સ્થળોએ પણ વિસ્ફોટો થયા હતા. અને કેટલીયે બસોને નુકસાન થયું હતું. આ પૈકી બાટયામમાં ત્રણ બસોમાં તો ભારે વિસ્ફોટો થયા હતા જેને લીધે એક બસ તો તદ્દન સળગી ગઈ હતી. બીજી બેને પણ આગ લાગી હતી.

આ ઘટના અંગે બાટ યામમાં મેયર ત્ઝિવકા બ્રોટે કહ્યું હતું કે આ અંગે વિડીયો દ્વારા પ્રસારિત કરેલાં નિવેદનમાં કહ્યું હતું કે સદભાગ્યે તે ઘટનામાં કોઇને ઇજા થઈ નથી.

ઉલ્લેખનીય છે કે ગાઝા યુદ્ધ હવે વેસ્ટ બેન્ક તરફ પણ વધી રહ્યું છે. અહીં વારંવાર બોમ્બ ધડાકા થાય છે. આ અતિ ગંભીર બાબત છે. તેમ પોલીસે જણાવ્યું હતું. સેન્ટ્રલ ઇઝરાયલના પોલીસ કમાન્ડર હેઇમ સાર્ગારૉફે ટેલિવિઝન બ્રિફીંગમાં જણાવ્યું હતું કે આ વિસ્ફોટો વેસ્ટ બેન્કમાં પણ થઇ રહેલાં વિસ્ફોટો સમાન હતા.

ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટી ઉપરાંત વેસ્ટ બેન્ક વિસ્તારમાં પણ હવે વિસ્ફોટો શરૂ થઇ રહ્યા છે. અહીં પેલેસ્ટાઇનીયોની હિંસક પ્રવૃત્તીઓ વધી રહી છે. સામે ઇઝરાયલ પોલીસ અને આર્મી તેટલી જ મજબૂતીથી તેનો સામનો કરે છે.


Google NewsGoogle News