Get The App

યુદ્ધ વચ્ચે નેતન્યાહુ ફસાયા, બ્રિટનના પૂર્વ PMની જાસૂસીનો આરોપ, બાથરૂમમાં વૉઈસ રેકોર્ડર ફીટ કર્યા

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
Ex-UK PM Boris Johnson has Blame Israeli PM Netanyahu


Ex-UK PM Boris Johnson has Blame Israeli PM Netanyahu: હિઝબુલ્લાહ સામે યુદ્ધ ચલાવી રહેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર મોટો આરોપ લાગ્યો છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસને દાવો કર્યો છે કે, 'નેતન્યાહુએ વર્ષ 2017માં મારી જાસૂસી કરવાનો પ્રયાસ કર્યો હતો.' તેમણે નવા પુસ્તક 'અનલીશ્ડ'માં આ ઘટના વિશે વિગતવાર લખ્યું છે. આ પુસ્તક 10મી ઓક્ટોબરે બજારમાં આવશે. જો કે, એક અહેવાલમાં આ પુસ્તકનો એક ભાગ પ્રકાશિત થયો છે. જેમાં બોરિસ જોનસને આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

જાણો શું છે મામલો?

બોરિસ જોનસને દાવા અનુસાર,  વર્ષ 2017માં બોરિસ જોનસન બ્રિટનના વિદેશ મંત્રી હતા, ત્યારે તેઓ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને બ્રિટિશ વિદેશ કાર્યાલયમાં મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન નેતન્યાહૂએ જોનસનના બાથરૂમનો ઉપયોગ કર્યો હતો. જ્યારે તેના સુરક્ષાકર્મીઓએ બાથરૂમની તપાસ કરી તો વૉઈસ રેકોર્ડર ફીટ મળી હતી. 

સુરક્ષા અને પ્રાઈવસી મુદ્દે સવાલો ઊભા થયા

બોરિસ જોનસનના આ દાવા બાદ સુરક્ષા અને પ્રાઈવસી જેવા મુદ્દાઓ પર સવાલો ઊભા થયા છે. શું કોઈ દેશે અન્ય દેશોના નેતાઓના અંગત જીવનમાં આ રીતે દખલ કરવી જોઈએ? જોનસનના મતે આવા મામલામાં સુરક્ષા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નેતાઓની અંગત માહિતી કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે જાણવું જરૂરી છે. જો આવી બાબતો પર ધ્યાન આપવામાં ન આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

યુદ્ધ વચ્ચે નેતન્યાહુ ફસાયા, બ્રિટનના પૂર્વ PMની જાસૂસીનો આરોપ, બાથરૂમમાં વૉઈસ રેકોર્ડર ફીટ કર્યા 2 - image



Google NewsGoogle News