Get The App

6000 કરોડ રૂપિયા કચરાના ડબામાં ફેંક્યા..! એક્સ ગર્લફ્રેન્ડને કારણે કચરાનો પહાડ ખોદવા મજબૂર

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
Bitcoin Crypto
(Image: AI)

Bitcoin Crypto: એક બ્રિટિશ ક્રિપ્ટો ઇન્વેસ્ટરની ગર્લફ્રેન્ડે કંઈક એવું કર્યું જેનાથી તે વ્યક્તિ રસ્તા પર આવી ગયો. જો તેની ગર્લફ્રેન્ડે આ ભૂલ ન કરી હોત તો આ સમયે તે રૂ. 6024 કરોડનો માલિક હોત. કહેવાય છે ને કે કિસ્મત કોઈપણ માણસને અમીર કે ગરીબ બનાવી શકે છે. આવો જ એક કિસ્સો યુનાઇટેડ કિંગડમના ન્યુપોર્ટ સિટીમાં સામે આવ્યો છે, જ્યાં જેમ્સ હાઉલ્સ નામના વ્યક્તિને એક નાની ભૂલના કારણે 6024 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.

રૂ. 6000 કરોડ ભૂલથી કચરાના ડબ્બામાં ફેંક્યા 

હાઉલ્સની એક્સ ગર્લફ્રેન્ડએ તેના 6000 કરોડ રૂપિયા કચરાના ડબામાં ફેંક્યા હતા. આ પછી આ વ્યક્તિ તેને પાગલોની જેમ શોધી રહ્યો છે. યુવતીએ લગભગ 8000 બિટકોઈન ધરાવતી હાર્ડ ડ્રાઈવ ભૂલથી ફેંકી દીધી હતી. તેની કિંમત 569 મિલિયન પાઉન્ડ એટલે કે રૂ. 6000 કરોડ જેટલી છે. વેલ્સના રહેવાસી જેમ્સ હોલ્સ હવે તેને શોધવા માટે સમગ્ર વિસ્તારમાં શોધખોળ કરી રહ્યા છે.

આ પણ વાંચો: હત્યા કે આપઘાત! બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યો મૃત હાલતમાં મળ્યાં, તણાવની સ્થિતિ

આ અંગે હાઉલ્સની એક્સ ગર્લફ્રેન્ડનું કહેવું છે કે, 'હા, મેં હાર્ડ ડ્રાઈવ કચરામાં ફેંકી દીધી છે. મેં હાઉલ્સના કહેવાથી જ આ કામ કર્યું હતું. કોમ્પ્યુટરના અમુક ભાગ અને અન્ય સામાન મેં એક કાળી થેલીમાં નાખીને કચરામાં ફેંકી દીધા હતા. મને નહોતી ખબર કે તેમાં શું હતું. મેં માત્ર સફાઈ કરવા માટે આવું કર્યું હતું.'

હાઉલ્સ કાનૂની લડાઈ લડશે

હવે હોલ્સે સ્થાનિક કાઉન્સિલ સામે કચરાના ઢગલાને ખોદવાની અને હાર્ડ ડ્રાઈવ શોધવાની પરવાનગી મેળવવા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. પરંતુ સૌથી મોટો અવરોધ એ છે કે, આ કચરાનો ઢગલો 110,000 ટન જેટલો છે. આ અંગે હાઉલ્સે એમ પણ કહ્યું હતું કે, 'જો મને મારી ખોવાયેલી મિલકત મળી આવે તો હું મારા સ્થાનિક વિસ્તારમાં 10% દાન કરીશ.'

6000 કરોડ રૂપિયા કચરાના ડબામાં ફેંક્યા..! એક્સ ગર્લફ્રેન્ડને કારણે કચરાનો પહાડ ખોદવા મજબૂર 2 - image



Google NewsGoogle News