ઈઝરાયેલ પર હુમલો કરવા માટે હમાસે ઉત્તર કોરિયાએ પૂરા પાડેલા હથિયારોનો ઉપયોગ કર્યો

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલ પર હુમલો કરવા માટે હમાસે ઉત્તર કોરિયાએ પૂરા પાડેલા હથિયારોનો ઉપયોગ કર્યો 1 - image

image : Socialmedia

સિઓલ,તા.20 ઓક્ટોબર 2023,શુક્રવાર

ઈઝરાયેલ પર હુમલો કરવા માટે હમાસે વાપરેલા કેટલાક હથિયારો ઉત્તર કોરિયાએ પૂરા પાડ્યા હોવાનો સનસનીખેજ દાવો દક્ષિણ કોરિયાના નિષ્ણાતોએ કર્યો છે. 

આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીએ આ નિષ્ણાતોને ટાંકીને કહ્યુ છે કે,  જે હથિયારો કબ્જે કરવામાં આવ્યા છે અને તે ઉત્તર કોરિયામાં બનેલા છે.  જેમાં એફ-7 રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ લોન્ચર તેમજ ખભા પર મુકીને ઓપરેટ કરી શકાય તેવા હથિયારોનો સમાવેશ થાય છે. 

જાણકારોનુ માનવુ છે કે, હમાસે ઉત્તર કોરિયાની ટાઈપ 58 સેલ્ફ લોડિંગ રાઈફલનો પણ ઉપયોગ કર્યો હતો. જે એકે 47 રાઈફલનુ જ બીજુ સ્વરૂપ છે. આ સિવાય હમાસના આતંકીઓના એક પ્રમોશનલ વિડિયોમાં ઉત્તર કોરિયાના ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલ્સ પણ નજરે પડ્યા હતા. 

આતંકી સંગઠનો માટે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેન્ટ લોન્ચર એક હાથવગુ હથિયાર છે. કારણકે એક વાર તેમાંથી ગ્રેનેડ લોન્ચ કર્યા બાદ બહુ જલ્દી ફરી તેમાંથી ગ્રેનેડ લોન્ચ થઈ શકે છે. 

એવો દાવો છે કે, ઉત્તર કોરિયાએ એફ-7 રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ લોન્ચર  સિરિયા, ઈરાક અને લેબેનોન અને ગાઝા પટ્ટીને સપ્લાય કર્યા છે. એક્સપર્ટ માને છે કે, નોર્થ કોરિયાએ હંમેશા પેલેસ્ટાઈનને સમર્થન આપ્યુ છે. હમાસે નોર્થ કોરિયાના રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ લોન્ચર સાથે પોતાના લડાકુઓના ફોટા પણ અવાર નવાર પોસ્ટ કર્યા છે. 

એફ-7 રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ લોન્ચર આર્મી બેઝ પર હુમલા માટે ઉપયોગમાં લઈ શકાય છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે પણ આ હથિયારની ઓળખ કરીને કહ્યુ હતુ કે, હમાસે આ જ લોન્ચરનો ઉપયોગ ઈઝાયેલ પર હુમલામાં કર્યો હતો. 

જોકે દક્ષિણ કોરિયાએ આ દાવાઓને ફગાવીને કહ્યુ હતુ કે, અમેરિકાના કહેવાથી દક્ષિણ કોરિયા જુઠ્ઠાણુ ચલાવી રહ્યુ છે. 


Google NewsGoogle News