Get The App

દર ચોમાસામાં કુદરત વરસાવે છે માછલીઓનો પણ વરસાદ, લોકો સમજે છે ગોડ ગિફટ

વાવાઝોડા,વીજળી સાથે પડતા વરસાદમાં માછલીઓ હોય છે

લોકો વરસાદના પાણી કરતા તો માછલીઓની વધારે રાહ જોવે છે.

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
દર ચોમાસામાં કુદરત વરસાવે છે માછલીઓનો પણ વરસાદ, લોકો સમજે છે ગોડ ગિફટ 1 - image


ન્યૂયોર્ક, ૨૭ ઓગસ્ટ,૨૦૨૪,મંગળવાર 

મધ્ય અમેરિકી દેશ હોન્ડુરાસની ઉત્તર મધ્યમાં યોરોની નજીક ગરીબી અને બેરોજગારીથી પીસાતો લા યુનિયન નામનો વિસ્તાર છે. અહીં થોડા ઘણા પ્રમાણમાં થતી મકાઇ અને કઠોળની ખેતી તેમનો ખોરાક છે.જો કે આ વિસ્તારમાં રહેતા લોકો સાથે દર વર્ષે ચોમાસામાં અજબ ઘટના બને છે.વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડે ત્યારે આંગળી જેટલી બ્રાઉન કલરની હજારો માછલીઓ પડે છે.

સૌથી નવાઇની વાત તો એ છે કે વરસાદ પડે ત્યારે આવતા પૂરમાં પણ આ માછલીઓ હોય છે. જયારે વરસાદ બંધ થાય અને પૂર ઓસરી જાય ત્યારે માછલીઓ પણ ગાયબ થઇ જાય છે. વર્ષોથી ચાલતી આ પ્રક્રિયામાં માછલીઓ જમીન પરથી નહી પરંતુ વરસાદમાં જ હોય છે. આ વિસ્તારના ગરીબ લોકોનું માનવું છે કે ભગવાન વરસાદની સાથે ખોરાક પણ મોકલે છે. આ માછલીઓને લોકો ખોરાક તરીકે પણ ઉપયોગમાં લે છે.


દર ચોમાસામાં કુદરત વરસાવે છે માછલીઓનો પણ વરસાદ, લોકો સમજે છે ગોડ ગિફટ 2 - image

ઘણા તો વરસાદના પાણી કરતા તો માછલીઓની વધારે રાહ જોતા હોય છે. આ ઘટના અંગે સ્થાનિક લોકો માને છે કે અહીં ૧૮ મી સદીમાં સ્પેનિશ વસાહત હતી ત્યારે એક ધર્મપ્રેમી ખ્રિસ્તી સંતે આ ગરીબ વિસ્તારના લોકોને ખોરાક મળે તેવી પ્રાર્થના કરી હતી ત્યારથી માછલીઓ પડવા લાગી છે.૧૭ વર્ષથી આ વિસ્તારમાં રહેતા લુકીઓ પેરેઝ નામના ૪૫ વર્ષના ખેડૂતના જણાવ્યા આ ખરેખર ગોડ ગિફ્ટ જ છે.

વરસાદ ના હોય ત્યારે એક પણ માછલી ના જોવા મળવી એ સાબીતી છે કે તે આકાશમાંથી જ પડે છે.  આ સ્થળથી ૬૫ કિમી દૂર એટલાન્ટિક મહાસાગર અડે છે. આથી અતિશયોકિતભર્યુ વિચારવામાં આવે તો બાષ્પીભવન દરમિયાન માછલીઓ આકાશમાં ચડતી હશે. જો કે આવું કયારેક બની શકે પરંતુ દર વર્ષે અને નિયમિત બને તે શકય જ નથી. આ ખરેખર એવું રહસ્ય છે જેને માત્ર ભગવાન જ જાણે છે, આથી બ્રાઉન સિલ્વર માછલીનું નામ લોકોએ રેન ફિસ પાડયું છે.

   


Google NewsGoogle News