Get The App

ક્લાઈમેટ ચેન્જને લીધે પૂર, દુકાળ, વાવાઝોડું જેવી ઘટનાઓ વધી, આર્થિક સંકટ વધી રહ્યું છે : UN ચીફ

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
ક્લાઈમેટ ચેન્જને લીધે પૂર, દુકાળ, વાવાઝોડું જેવી ઘટનાઓ વધી, આર્થિક સંકટ વધી રહ્યું છે : UN ચીફ 1 - image


Image: Facebook

UN on Climate Change: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે ચેતવણી આપતા કહ્યું કે ક્લાઈમેટ ચેન્જની આપત્તિ કાબૂથી બહાર થતી જઈ રહી છે. તેમણે કહ્યું કે ક્લાઈમેટ સંકટ આર્થિક આપત્તિ છે. યુએન ચીફે વિકસિત દેશોને પોતાના નાણાકીય વચનોને પૂરા કરવાની ભલામણ પણ કરી. તેમણે જણાવ્યું કે નાણા મંત્રી તરીકે તમે આ બધુ સારી રીતે જાણો છો. વાવાઝોડું, પૂર, આગ અને દુકાળ વિશ્વભરની અર્થવ્યવસ્થાને ઝડપથી નષ્ટ કરી રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસ ક્લાઈમેન્ટ ચેન્જ પર થતી નાણા મંત્રીઓની 11મી મંત્રી સ્તરીય બેઠકમાં પહોંચ્યા હતાં. આ અવસરે ગુટેરેસે ચેતવણી આપતા કહ્યું કે જે રકમ રસ્તા બનાવવા, બાળકોને શિક્ષિત કરવા અને દર્દીઓની સારવાર કરવા માટે થવી જોઈએ, તેનો ક્લાઈમેટ ચેન્જ ઝડપથી નાશ કરી રહ્યું છે.

આ મામલે અર્થશાસ્ત્રી વેરા સોંગવે અને નિકોલસ સ્ટર્નની સહ-અધ્યક્ષતામાં ક્લાઈમેટ ફાઇનાન્સ પરના સ્વતંત્ર ઉચ્ચ સ્તરીય નિષ્ણાત જૂથે અહેવાલ આપ્યો હતો કે બહુપક્ષીય વિકાસ બેંકોના સુધારાથી વાર્ષિક ક્ષમતામાં 40% નો વધારો જોકે (લગભગ $ 300-400 બિલિયન) થઈ શકે છે. આ દરમિયાન ગુટેરેસે તમામ દેશોથી પોતાની ક્લાઈમેટ યોજનાઓને શ્રેષ્ઠ કરવા માટે કહ્યું છે. તેમણે જણાવ્યું કે આપણે વૈશ્વિક તાપમાનના વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરીને હજુ પણ સૌથી ખરાબ ક્લાઈમેટ સંકટને ટાળી શકીએ છીએ પરંતુ માત્ર ત્યારે જ્યારે આપણે અત્યારે કાર્યવાહી કરીએ. એ મહત્વપૂર્ણ છે કે તમામ દેશ આગામી વર્ષ સુધી રાષ્ટ્રીય સ્તર પર નક્કી યોગદાનની સાથે આગળ આવે.

બેંકોના વેપાર મોડલમાં સુધારાની જરૂર

ગુટેરેસે કહ્યું કે આ યોજનાઓને 1.5 ડિગ્રીની મર્યાદિત અનુરુપ હોવુ જોઈએ, જેમાં તમામ ઉત્સર્જન અને પૂરી અર્થવ્યવસ્થાને સામેલ કરવી જોઈએ. નાણા મંત્રી રાષ્ટ્રીય ક્લાઈમેટ યોજનાઓને ડિઝાઈન કરવામાં મહત્વપૂર્ણ છે, જે રાષ્ટ્રીય વિકાસ યોજનાઓનું સમર્થન કરે છે અને રાષ્ટ્રીય રોકાણ યોજનાઓ તરીકે બમણી થાય છે. ગુટેરેસે કહ્યું કે વિકસિત દેશોએ બજેટ પર પોતાના વચન પૂરા કરવાની જરૂર છે.

તેમણે વધુમાં કહ્યું કે આપણે આ વર્ષે COP29 થી એક મજબૂત ફાયનાન્સિયલ રિઝલ્ટની જરૂર છે. સાથે જ આપણે નાણાકીય સાધનો, પૂરતુ મૂડીકરણ અને બહુપક્ષીય વિકાસ બેંકોના વેપાર મોડલમાં સુધારાની જરૂર છે જેથી તેમની લોન આપવાની ક્ષમતા વધી શકે અને ક્યાંક વધુ ખાનગી નાણા એકત્ર કરી શકાય.

નાના દેશો પર બોજ વધ્યો

ગુટેરેસે કહ્યું કે 2009માં કોપેનહેગનમાં યુએનએફસીસીસીના 15માં સંમેલનમાં વિકસિત દેશોએ વિકાસશીલ દેશોમાં ક્લાઈમેટ કાર્યવાહી માટે 2020 સુધી દર વર્ષે 100 અબજ ડોલર એકત્ર કરવા માટે સામૂહિક લક્ષ્ય માટે વાત કહી હતી. જોકે આર્થિક સહયોગ અને વિકાસ સંગઠને 2023માં કહ્યું હતું કે વર્ષ 2009માં થયેલી સીઓપી 15 ક્લાઈમેટ કરાર અનુસાર ગયા વર્ષે 100 અબજ ડોલરનો પુરવઠો થવાની સંભાવના રહી, પરંતુ વિકાસશીલ દેશોના પક્ષો અનુસાર આ હજુ સુધી વહેંચવામાં આવ્યું નથી. તેમણે એ પણ કહ્યું કે મોટાભાગના રૂપિયા લોનના આધારે છે ફંડના રૂપિયા નથી જેનાથી નાના દેશો પર દેવું વધી ગયું છે.

દરમિયાન ઑક્સફર્ડ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં ક્લાઈમેટ વિજ્ઞાનના પ્રમુખ પ્રોફેસર માઈલ્સ એલને ચેતવણી આપી કે જિયો-એન્જિનિયરિંગ સહિત ગ્લોબલ વોર્મિંગને રોકવાના અમુક દ્રષ્ટિકોણ ભૌગોલિક રાજકીય સ્થિરતા માટે જોખમ હોઈ શકે છે. દરમિયાન જે સ્તરે આપણે અત્યારે છીએ. તે સ્તરે અશ્મિભૂત ઇંધણ પર સતત નિર્ભરતા અસ્થિરતામાં વધારો કરશે.


Google NewsGoogle News