Get The App

ટ્રમ્પ જીતી ગયા છતાં શપથ સમારોહ કેમ છેક ૨૦ જાન્યુઆરી ૨૦૨૫માં યોજાશે ?

શપથના દિવસને ઇનોગ્રેશન ડે કહેવામાં આવે છે જેનું ખાસ મહત્વ હોય છે.

નવા રાષ્ટ્રપતિએ ૩ મહિનાની અંદર શપથ લેવાની બંધારણમાં જોગવાઇ છે

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ જીતી ગયા છતાં શપથ સમારોહ  કેમ છેક ૨૦ જાન્યુઆરી ૨૦૨૫માં યોજાશે ? 1 - image


ન્યૂયોર્ક,૭ નવેમ્બર,૨૦૨૪,ગુરુવાર 

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચુંટણીનું પરિણામ નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન જ મળી ગયું છે. જેમાં રીપબ્લીકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પનો શાનદાર વિજય થયો છે. જો કે ટ્રમ્પ નવા વર્ષ ૨૦૨૫ની ૨૦ જાન્યુઆરીએ શપથ લેવાના છે. સ્પષ્ટ બહુમતિ સાથે ચુંટણી પરિણામો મળી ગયા હોવા છતાં પદ સંભાળવા માટે આટલો બધો સમય શા માટે થાય છે તે જાણવું રસપ્રદ છે. અમેરિકાની ચુંટણી પ્રક્રિયામાં દર વખતે આટલો લાંબો સમય પસાર થાય છે. નવેમ્બરમાં ચુંટણી પરિણામો મળી જાય છે પરંતુ વિજેતા રાષ્ટ્રપતિ જલદી શપથ લેતા નથી.  શપથના દિવસને ઇનોગ્રેશન ડે કહેવામાં આવે છે જેનું ખાસ મહત્વ હોય છે.

અમેરિકાના સંવિધાનમાં રાષ્ટ્રપતિની ચુંટણીથી ઇનોગ્રેશન ડેનો સમય ચાર મહિના સુધી રાખવામાં આવતો હતો. ૧૯૩૩માં ૨૦માં સંવિધાન સંશોધન અંર્તગત ઘટાડીને ૩ મહિનાનો કરી નાખવામાં આવ્યો છે આ સમયને ટ્રાંજિશન પ્લાનિંગ કહેવામાં આવે છે. આ દરમિયાન નિવર્તમાન રાષ્ટ્રપતિ જ પદ સંભાળે છે પરંતુ તેમની પાસે નિયમિત રાષ્ટ્રપતિ પાસે હોય છે તેવો પાવર હોતો નથી. ટ્રાંજિશન પ્લાનિંગનો સમય અમેરિકાના શાસનને નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણની તૈયારીનો મોકો આપે છે. આ સમયે જ મંત્રીમંડળનું ગઠન અને સરકારના કામકાજ સાથે જોડાયેલી નીતિઓ તૈયાર થાય છે. અમેરિકામાં આવનારી સરકાર સુચારું રીતે ચાલે તેના માટે તૈયારીઓ કરવામાં આવે છે.

ટ્રમ્પ જીતી ગયા છતાં શપથ સમારોહ  કેમ છેક ૨૦ જાન્યુઆરી ૨૦૨૫માં યોજાશે ? 2 - image

આ દરમિયાન કાનુની બાબતોને ધ્યાનમાં રાખીને નવા રાષ્ટ્રપતિના શપથ સંબંધિત તમામ પડકારો પર વિચાર કરીને ઉકેલ લાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ સમારોહ ૨૦ જાન્યુઆરીએ યુએસ કેપિટલની સીડીઓ પર યોજાય છે. અહીં નવા રાષ્ટ્રપતિ પોતાના કર્તવ્યોનું ઇમાનદારીથી પાલન કરવાનું વચન આપે છે. રાષ્ટ્રપતિ પદના શપથ લેવાએ અમેરિકાના સંવિધાન મુજબ ફરજિયાત છે. શપથગ્રહણ પછી રાષ્ટ્રપતિ પોતાના ભાષણમાં પોતાના કાર્યકાળ દરમિયાન શું કરશે ? કઇ બાબતોને પ્રાથમિકતા આપશે તે સ્પષ્ટ કરે છે. આ પરંપરા આજકાલથી નહી છેક જયોર્જ વોશિંગ્ટનના સમયથી ચાલી આવે છે.  

ટ્રમ્પ જીતી ગયા છતાં શપથ સમારોહ  કેમ છેક ૨૦ જાન્યુઆરી ૨૦૨૫માં યોજાશે ? 3 - image

આ પ્રસંગે યુએસ કેપિટલમાં ઔપચારિક લંચનું આયોજન થાય છે જેમાં આમંત્રિત અને સંબંધિત મહાનુભાવો જોડાય છે. નવા રાષ્ટ્રપતિ લંચ પછી મિલિટરી જવાનોની ટુકડીઓની સમિક્ષા કરે છે. અમેરિકામાં નવા કમાંડર ઇન ચીફના સન્માનમાં પેનિસિલવેનિયા એવન્યુ થી વ્હાઇટ હાઉસ સુધી ઔપચારિક જુલૂસ પણ કાઢવામાં આવે છે.

ત્યાર પછી એક મિલિટરી એસ્કોર્ટ કેપિટલથી વ્હાઇટ હાઉસ સુધી જાય છે જેમાં સેનાની અનેક પાંખો જોડાય છે. ઇનોગ્રેશન ડે ની સાંજે નવા રાષ્ટ્રપતિ અને અને તેના પ્રશાસનના સન્માનમાં જે કાર્યક્રમોનું આયોજન થાય છે જેમાં સામાન્ય લોકો પણ જોડાય છે. રાષ્ટ્રપતિ શપથગ્રહણ કરે તેને મહત્વનો દિવસ ગણવામાં આવે છે જેમાં સ્વયંભૂ લાખો લોકો જોડાય છે જો કે આ દિવસ જાહેર રજા આપવામાં આવતી નથી છતાં લોકો રજા પાડીને હાજર રહે છે. 

ટ્રમ્પ જીતી ગયા છતાં શપથ સમારોહ  કેમ છેક ૨૦ જાન્યુઆરી ૨૦૨૫માં યોજાશે ? 4 - image


Google NewsGoogle News