Get The App

હવામાનની માહિતી આપતો અને યુરોપનો 'દાદા' ગણાતો સેટેલાઈટ અંતરિક્ષમાં જ બળીને રાખ થયો

સેટેલાઇટમાં ઇંધણ ખાલી અને બેટરી સંપૂર્ણ ડિસ્ચાર્જ હતી

ઇઆરએસ ૨ ને ૨૦૧૧માં નિવૃત કરવામાં આવ્યો હતો

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
હવામાનની માહિતી આપતો અને યુરોપનો 'દાદા' ગણાતો સેટેલાઈટ અંતરિક્ષમાં જ બળીને રાખ થયો 1 - image


પેરિસ,23 ફેબુ્આરી,૨૦૨૪,શુક્રવાર

મહાસાગરોનું તાપમાન અને બરફની ચટ્ટાનો સહિતના હવામાનની માહિતી આપતો યુરોપનો 'દાદા' ગણાતો સેટેલાઇટ સ્પેસમાં બળીને ખાખ થયો છે. ઇઆરએસ-૨ નામનો ઉપગ્રહ ૨ ટન જેટલો વજન ધરાવતો હતો. યુરોપીય સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર ઇઆરએસ-૨ને  ૯૦ના દાયકામાં લોંચ કરવામાં આવ્યો હતો. તેનું કામ વાતાવરણ, ભૂમિ અને મહાસાગરોનું સંશોધન કરવાનો હતો.

જો કે કોઇએ સેટેલાઇટના કાટમાળને નીચે પડતો જોયો ન હોવાથી હવામાં બળી ગયો હોવાનું માનવામાં આવે છે. સેટેલાઇટમાં ઇંધણ ખાલી હતું અને બેટરી સંપૂર્ણ ડિસ્ચાર્જ થઇ ગઇ હતી. ઇઆરએસ ૨ ને ૨૦૧૧માં નિવૃત કરવામાં આવ્યો હતો. શરુઆતમાં આ સેટેલાઇટની ઉંચાઇ અવકાશમાં ૭૮૦ કિમીની હતી ત્યાર પછી વૈજ્ઞાાનિકોએ ઉંચાઇ ઘટાડીને ૫૭૦ કરી હતી.

સેટેલાઇટ અનિયંત્રિત થઇને પૃથ્વી પર આવશે તેવી નિષ્ણાતોએ પહેલાથી જ શંકા વ્યકત કરી હતી. સેટલાઇટનો અંત કેલિફોર્નિયાથી ૨૦૦૦ કિમી દૂર પશ્ચિમ અલાસ્કા અને હવાઇ ક્ષેત્રની વચ્ચે ઉત્તરી પ્રશાંત મહાસાગરમાં આવ્યો હતો. ઇએસઇનો આ સેટેલાઇટ યુરોપમાં પૃથ્વીનું અવલોકન કરતા દાદા તરીકે ઓળખવામાં આવતો હતો.



Google NewsGoogle News