Get The App

ભારતીય અને ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં યુરોપીય સંઘ, રશિયાને મદદ કરવાનો આરોપ

- જે કંપનીઓ પર પ્રતિબંધ લાદવાની તૈયારી છે તેમાં મોટાભાગની ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
ભારતીય અને ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં યુરોપીય સંઘ, રશિયાને મદદ કરવાનો આરોપ 1 - image


નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર

યુરોપીય સંઘ ભારત અને ચીન સહિત અન્ય ઘણા દેશોની કંપનીઓ પર પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યું છે. યુરોપીય સંઘનો આરોપ છે કે આ કંપનીઓ યુક્રેન સામેની લડાઈમાં રશિયાને મદદ કરી રહી છે. યુરોપીય સંઘે આ કંપનીઓ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે અને જો આ પ્રસ્તાવને તમામ સભ્ય દેશો દ્વારા પસાર કરવામાં આવશે તો એવું પહેલીવાર બનશે જ્યારે યુરોપીય સંઘ કોઈ ચીની કંપની પર સીધો પ્રતિબંધ લાદશે.

પ્રતિબંધિત કંપનીઓ યુરોપિયની કંપનીઓ સાથે બિઝનેસ નહીં કરી શકશે

મીડિયા અહેવાલ પ્રમાણે યુરોપીય સંઘ જે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે તેમાં હોંગ-કોંગ, સર્બિયા, ભારત, તુર્કી અને ચીનની કંપનીઓ સામેલ છે. જોકે, કાનૂની કારણોસર કંપનીઓના નામનો ખુલાસો કરવામાં નથી આવ્યો. કંપનીઓ પર પ્રતિબંધનો અર્થ એ થશે કે જે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ભવિષ્યમાં યુરોપિયની કંપનીઓ સાથે બિઝનેસ નહીં કરી શકશે. યુરોપીય સંઘનો આરોપ છે કે રશિયા આ જ થર્ડ પાર્ટી કંપનીઓની મદદથી પ્રતિબંધિત સામાનની ખરીદી કરી રહ્યું છે, જે પ્રતિબંધોને કારણે તેને સીધો નથી મળતો. 

ચીની કંપનીઓ પર પ્રતિબંધ લાદવાથી ખચકાય રહ્યું યુરોપીય સંઘ

યુરોપીય સંઘે યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં રશિયાની મદદ કરવાના આરોપમાં અગાઉ પણ અનેક ચીની કંપનીઓ પર પ્રતિબંધોનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ કેટલાક સભ્ય દેશોના વિરોધ બાદ તે પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ચીને વચન પણ આપ્યું હતું કે તે રશિયાને મદદ નહીં કરશે. ચીન યુરોપના ઘણા દેશોનું મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે. યુરોપીય સંઘના મુખ્ય દેશ જર્મનીની કાર માટે ચીન સૌથી મોટું બજાર છે. આ જ કારણ છે કે યુરોપીય સંઘના ઘણા દેશો ચીનની કંપનીઓ પર નિયંત્રણો લાદવામાં ખચકાય રહ્યા છે.

જે કંપનીઓ પર પ્રતિબંધ લાદવાની તૈયારી છે તેમાં મોટાભાગની ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ છે. કંપનીઓ પર આરોપ છે કે, તેમણે રશિયાને લશ્કરી અને તકનીકી રીતે મજબૂત બનવામાં મદદ કરી અને રશિયાના સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપ્યુ છે. ગત વર્ષે એપ્રિલમાં યુરોપીય સંઘના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લિને બેઈજિંગની મુલાકાત લીધી હતી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. 

યુરોપીય સંઘ જે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે તેમાં ચીનની ત્રણ કંપનીઓ, એક ભારતીય, એક શ્રીલંકાની, સર્બિયા, કઝાકિસ્તાન, થાઈલેન્ડ, તુર્કી અને હોંગ કોંગની કંપનીઓ સામેલ છે.


Google NewsGoogle News