યુરોપે શાંતિ માટે યુધ્ધ માટે તૈયાર રહેવું જોઇએ, યુક્રેન મામલે ફ્રાંસના રાષ્ટ્રપતિનું નિવેદન

યુરોપમાં યુદ્ધ ફેલાશે તો તેના માટે રશિયા જ જવાબદાર હશે.

પુતિન કીવના સૈનિકોને હરાવીને પણ અટકશે નહી.

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News


યુરોપે શાંતિ માટે યુધ્ધ માટે તૈયાર રહેવું જોઇએ,  યુક્રેન મામલે ફ્રાંસના રાષ્ટ્રપતિનું નિવેદન 1 - image

પેરિસ,૧૫ માર્ચ,૨૦૨૪,શુક્રવાર 

યુરોપે જો શાંતિ જોઇતી હોયતો યુધ્ધ માટે તૈયાર રહેવું જોઇએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોને આ નિવેદન આપતા સનસનાટી મચી ગઇ છે. મેક્રોને એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે યુક્રેનને સમર્થન આપવાના વિરોધમાં મત આપવો કે ગેરહાજર રહેવુંએ શાંતિ નહી પરંતુ હાર પસંદ કરવા જેવું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ઉલ્લેખીને જણાવ્યું હતું કે યુક્રેનના આ એક એવા હરિફ છે જે બે વર્ષ સુધી કીવના સૈનિકોને હરાવીને પણ અટકશે નહી.

જો યુરોપમાં યુદ્ધ ફેલાશે તો તેના માટે રશિયા જ જવાબદાર હશે. જો  આ અંગે પહેલાથી જ યુરોપે તૈયારીઓ કરી નહી હોય કે જવાબ નહી આપ્યો  હશે તો તે પરાજય જેવું હશે. ફ્રાંસ કોઇ પણ સંજોગોમાં આવું થાય તે ઇચ્છતું નથી. યુક્રેને મજબૂત થવાનો સમય પાકી ગયો છે જે આમાં કમજોર પડશે તો રશિયા યુક્રેન પર આક્રમણ કરતું રહેશે. ઉલ્લેખનિય છે કે ફ્રાંસના રાષ્ટ્રપતિએ અગાઉ યુક્રેન મામલે હસ્તક્ષેપ કરવાની વાત કરી હતી.



Google NewsGoogle News