Get The App

મેટાને 2019નાં પાસવર્ડ કેસમાં ઇયુનો 10.2 કરોડ ડોલરનો દંડ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
મેટાને 2019નાં પાસવર્ડ કેસમાં ઇયુનો 10.2 કરોડ ડોલરનો દંડ 1 - image


- સોશિયલ મીડિયા કંપનીઆમાં સુરક્ષાને લઈને આકરું વલણ

- ફેસબૂક યુઝર્સનો પાસવર્ડ સેવ થાય ત્યારે એન્ક્રીપ્ટેડ ન રહેતા પ્લેઇન ફોર્મેટમાં સેવ થતાં ગંભીર ક્ષતિ સર્જાઈ

લંડન : સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબૂકની માલિકીની કંપની મેટાને યુરોપીયન યુનિયન પ્રાઇવસી રેગ્યુલેટરે ૨૦૧૯ના પાસવર્ડ કેસમાં ૯.૧ કરોડ યુરો એટલે કે ૧૦.૨ કરોડ (રુ. ૮૫૦ કરોડ)થી વધુ ડોલરનો દંડ ફટકાર્યો છે. ફેસબૂક યુઝર્સના પાસવર્ડમાં સલામતીના મોરચે ગંભીર ક્ષતિ જોવા મળતા આ દંડ ફટકારવામાં આવ્યો હતો. પાંચ વર્ષની તપાસના પગલે આ દંડ ફટકારવામાં આવ્યો હતો. 

યુરોપીયન નિયમનકારે ૨૦૧૯માં મેટાના પાસવર્ડમાં સલામતીના મોરચે ગંભીર ક્ષતિની તપાસ શરૂ કરી હતી. તેને જાણવા મળ્યું હતું કે મેટાના કેટલાક પાસવર્ડ એન્ક્રિપ્શનના બદલે પ્લેઇન ટેકસ્ટના સ્વરૂપમાં આંતરિક રીતે સ્ટોર થતાં હતા. તેના લીધે કંપનીના કર્મચારીઓ આ પાસવર્ડ જાણી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

ડેપ્યુટી કમિશ્નર ગ્રેહામ ડોઇલે જણાવ્યું હતું કે તે વાત સર્વસ્વીકાર્ય છે કે કોઈપણ સાઇટ પર યુઝર પાસવર્ડ પ્લેઇન ટેકસ્ટના સ્વરૂપમાં સ્ટોર થતાં નથી. પ્લેઇન ટેકસ્ટના સ્વરૂપમાં સ્ટોર થતાં પાસવર્ડ સલામતીના મોરચે ગંભીર છીંડા દર્શાવે છે. 

મેટાએ જણાવ્યું હતું કે સલામતીની સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે ફેસબૂક યુઝરના પાસવર્ડ કામચલાઉ ધોરણે વાંચી શકાય તેવા ફોર્મેટમાં લોગ્ડ થતાં હતા. અમે આ ભૂલ સુધારવા તાત્કાલિક પગલાં લીધા છે, આ પ્રકારના પાસવર્ડનો દૂરુપયોગ થયો હોય કે તેના દ્વારા અયોગ્ય રીતે એક્સેસ મેળવવામાં આવ્યું હોય તેવા કોઈ પુરાવા નથી. અમે આ સમગ્ર તપાસ દરમિયાન રચનાત્મક રીતે જોડાયેલા રહ્યા હતા અને સહકાર આપ્યો હતો. 

મેટા અને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મે  તેની જંગી દંડની શ્રેણીમાં આ વખતે ડબ્લિન સ્થિત આઇરિશ નિયમનકાર વતી દંડનો સામનો કરવાનો આવ્યો ેછે. તેઓને અત્યાર સુધી કરવામાં આવેલા દંડમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા ટીન ડેટાના મિસહેન્ડલિંગને લઈને ૪૦.૫ કરોડ યુરો, વોટ્સએપ સંલગ્ન બાબતમાં ૫૫ લાખ યુરોની દંડ અને મેટાના ટ્રાન્સએટલાન્ટિક ડેટાાના કેસમાં ૧.૨ અબજ યુરોના દંડનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News