Get The App

બ્રિટન બાદ ફ્રાંસમાં ડાબેરીઓનો દબદબો વઘ્યો: ફ્રાંસમાં ત્રિશંકુ પરિણામ, ડાબેરીઓએ જમણેરીઓને પછાડતા હિંસા ભડકી

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
france-protest


France Election Results 2024: ફ્રાંસમાં સંસદીય ચૂંટણીના પરિણામો જાહેર કરી દેવાયા છે. ચૂંટણી પરિણામો મુજબ ડાબેરી ગઠબંધનને સૌથી વઘુ બેઠકો મળી રહી છે, જેને કારણે જમણેરીઓ ભડક્યા હતા અને હિંસા પર ઉતરી આવ્યા હતા. રાજધાની પેરિસ સહિત સમગ્ર ફ્રાંસમાં હિંસા ભડકી ઉઠી હતી. 

લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા

પ્રથમ તબક્કામાં જમણેરી પક્ષો આગળ હતા, જ્યારે બીજા તબક્કામાં ડાબેરી પક્ષો આગળ નીકળી સરકાર બનાવવાની નજીક પહોંચતા બન્ને વિચારધારાના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સામસામે ટકરાવ બાદ હિંસા ભડકી ઉઠી હતી. 

ફ્રાંસમાં બીજા તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલ પણ જાહેર થયા હતા જેમાં પણ ડાબેરી પક્ષો ચૂંટણી જીતી રહ્યા હોવાના સંકેતો આપ્યા હતા ત્યારથી જ હિંસાની શરૂઆત થઇ ગઇ હતી, જ્યારે અગાઉ એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે યુદ્ધ બાદ પ્રથમ વખત ફ્રાંસમાં જમણેરી વિચારધારાવાળા પક્ષો સરકાર બનાવવા જઇ રહ્યા છે. અચાનક જ બાજી પલટી જતા ફ્રાંસનો માહોલ જ બદલાઇ ગયો હતો. 

ત્રણમાંથી એક પણ બ્લોકને બહુમત મળી નથી 

અનેક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કટ્ટરવાદી પાર્ટી અને તેના સમર્થકો સામે દેખાવો કર્યા હતા. હિંસાને અટકાવવા માટે સમગ્ર ફ્રાંસમાં 30 હજારથી વઘુ પોલીસ સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે. હિંસાના અનેક વીડિયો અને તસવીરો સામે આવી રહ્યા છે જેમાં ઠેર ઠેર આગજનીની ઘટનાઓ જોઇ શકાય છે. 

ચૂંટણી પરિણામો મુજબ ડાબેરી ગઠબંધન ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ (એનપીએફ)ને 182, એમ્યુનલ મેક્રોંના ગઠબંધનને 163 જ્યારે જમણેરી પક્ષ નેશનલ રેલી પાર્ટીને માત્ર 143 બેઠકો મળી રહી છે. ફ્રાંસની નેશનલ એસેમ્બ્લીમાં કુલ 577 બેઠકો છે, જોકે ત્રણમાંથી એક પણ બ્લોકને બહુમત નથી મળી.

ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

ડાબેરી ગઠબંધન સરકાર બનાવવાની નજીક હોવાના સંકેતો બાદ હવે ફ્રાંસમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ડાબેરી ગઠબંધનની સરકાર બનવા જઇ રહી હોવાથી ઉજવણી કરવા લાગ્યા હતા. લોકો જમણેરી વિચારધારાવાળા પક્ષોની વિરુદ્ધમાં સુત્રોચ્ચાર કરી રહ્યા હતા, જે દરમિયાન સામસામે ઘર્ષણ થતા પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.   

વર્તમાન રાષ્ટ્રપતિ મેક્રોંએ રાજીનામુ આપી દીઘુ

બીજા વિશ્વયુદ્ધ બાદથી ફ્રાંસમાં જમણેરી વિચારધારાવાળી પાર્ટીની સરકાર નથી બની, આ વખતે એવી આશા હતી કે જમણેરી વિચારધારા વાળી પાર્ટી સરકાર બનાવશે. જોકે બીજા રાઉન્ડમાં બાજી પલટાઇ ગઇ હતી. જોકે હાલ ત્રિશંકુ સંસદના પરિણામો સામે આવ્યા છે. જેને પગલે સૌથી મોટા પક્ષને સરકાર બનાવવા આમંત્રણ આપવામાં આવી શકે છે. હાલમાં વર્તમાન રાષ્ટ્રપતિ મેક્રોનએ રાજીનામુ આપી દીઘુ છે. જોકે એવા અહેવાલો છે કે મેક્રોન ડાબેરી ગઠબંધન સાથે સંકળાયેલા પક્ષો સાથે મળીને સરકાર બનાવી શકે છે. 

ફ્રાંસમાં ડાબેરી વિચારધારાવાળા પક્ષોના ગઠબંધનને સૌથી વઘુ બેઠકો મળી

ડાબેરી ગઠબંધનમાં સોશિયાલિસ્ટ અને ગ્રીન પાર્ટી મેક્રોંન પહેલી પસંદ હોઇ શકે છે. જોકે ફ્રાંસ અનબોવ્ડ પાર્ટી તેમની પહેલી પસંદ ના હોય તેવી શક્યતાઓ છે. નોંધનીય છે કે અગાઉ બ્રિટનમાં ડાબેરી વિચારધારા ધરાવતી લેબર પાર્ટીને વર્ષો બાદ સત્તા મળી હતી, ત્યારે હવે ફ્રાંસમાં પણ ડાબેરી વિચારધારાવાળા પક્ષોના ગઠબંધનને સૌથી વઘુ બેઠકો મળી છે.

બ્રિટન બાદ ફ્રાંસમાં ડાબેરીઓનો દબદબો વઘ્યો: ફ્રાંસમાં ત્રિશંકુ પરિણામ, ડાબેરીઓએ જમણેરીઓને પછાડતા હિંસા ભડકી 2 - image



Google NewsGoogle News