આ દેશમાં બે વાર લગ્ન કરવાની છે વિચિત્ર પ્રથા, નહીં તો થઇ શકે છે જેલ

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
આ દેશમાં બે વાર લગ્ન કરવાની છે વિચિત્ર પ્રથા, નહીં તો થઇ શકે છે જેલ 1 - image


Image:Freepik

લગ્ન એ દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ હોય છે. આ એક એવી મીઠી યાદ છે, જે મૃત્યુ સુધી યાદ રહે છે, કારણ કે તે દિવસથી જીવનનો નવો અધ્યાય શરૂ થાય છે. વિવિધ દેશોમાં લગ્ન સંબંધિત ઘણી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. લગ્નના કાયદા પણ દેશ વિદેશમાં અલગ-અલગ હોય છે. 

દુનિયાભરમાં ઘણી એવી જાતિઓ છે, જે સરકારથી સ્વતંત્ર રીતે તેમની પરંપરાઓનું પાલન કરે છે. કેટલીક જગ્યાઓ પર મહિલાઓને પોતાની પસંદનો જીવનસાથી પસંદ કરવાનો હક છે તો પછીથી બદલવાનો અધિકાર પણ રહેલો છે, જ્યારે કેટલીક જગ્યાએ તેમને કોઈના મૃત્યુ પછી આંગળી કાપી નાખવાનો અધિકાર છે. આવી બીજી ઘણી પરંપરાઓ છે, જેનું સદીઓથી પાલન કરવામાં આવે છે.

ભારતમાં, જો હિંદુ ધર્મમાં કોઇ યુવક બે લગ્ન કરે છે, તો તેને જેલ પણ થઈ શકે છે. તો બીજી બાજુ એવો પણ દેશ છે જ્યાં કાયદેસર રીતે બે લગ્ન કરવા જરૂરી છે.  અહીં જો કોઈ વ્યક્તિ બે વાર લગ્ન ન કરે તો તેને જેલની સજા પણ થઈ શકે છે.

અહીં બે લગ્નની વિચિત્ર પરંપરા 

આ દેશમાં બે વાર લગ્ન કરવાની છે વિચિત્ર પ્રથા, નહીં તો થઇ શકે છે જેલ 2 - image

અમે વાત કરી રહ્યા છીએ આફ્રિકન દેશ ઈરિટ્રિયા (Eritrea) ની, જ્યાં પુરુષો માટે બે વાર લગ્ન કરવા જરૂરી છે. જો અહીં કોઈ આવું ન કરે તો તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. ખાસ વાત એ છે કે, લગ્ન સાથે જોડાયેલી આ વિચિત્ર પરંપરા લગ્ન કાયદા સાથે પણ જોડાયેલી છે. ઇરિટ્રિયામાં દરેક પુરુષે બે વાર લગ્ન કરવા જરૂરી છે. ખાસ વાત એ છે કે, અહીં કોઈ પણ મહિલા પોતાના પતિને બીજી વાર લગ્ન કરવાથી રોકી શકતી નથી. જો કોઈ મહિલા આવું કરે છે તો તેને જેલ થઇ શકે છે. 

આજીવન કેદની સજા

અહીં જો કોઈ પુરુષ બે વાર લગ્ન ન કરે તો તેને આજીવન કેદની સજા પણ થઈ શકે છે. જો કોઈ પુરુષ બે વાર લગ્ન ન કરે તો પુરુષ અને તેની પત્ની બંનેને આજીવન કેદની સજા થઈ શકે છે.

શા માટે આ વિચિત્ર કાયદો છે?

તમને થશે કે આવો તો કોઇ કાયદો હોઇ શકે ? પણ હા આ કાયદા પાછળ પણ એક ખાસ કારણ રહેલું છે. આ દેશ ઈરીટ્રિયાની વસ્તીમાં મહિલાઓની સંખ્યા વધુ છે. અહીં 50.6 ટકા વસ્તી મહિલાઓની, જ્યારે 49.4 ટકા વસ્તી પુરુષોની છે.

આ દેશમાં મહિલાઓની વસ્તી પુરુષો કરતા બમણી છે. જાન્યુઆરી 2024માં, ઇરિટ્રિયાની વસ્તી 3.78 મિલિયન હતી. ડેટા દર્શાવે છે કે, 2023 અને 2024 ની વચ્ચે, ઇરિટ્રિયાની વસ્તીમાં 67 હજાર (+1.8 ટકા) વધારો થવાની ધારણા છે. 

આ દેશ ગરીબી સામે ઝઝૂમી રહ્યો છે

એરિટ્રિયા વિશ્વના ગરીબ દેશોમાં આવે છે. દીર્ઘકાલીન નબળા શાસન, માળખાકીય સુધારાઓ પ્રત્યે પ્રતિબદ્ધતાનો અભાવ, જાહેર નાણાંનું નબળું સંચાલન અને અવિકસિત કાનૂની અને નિયમનકારી માળખાને કારણે દેશ આગળ વધવામાં અસમર્થ રહ્યો છે. નબળા શાસનને કારણે, ઘણા લોકો અહીં ગુનાઓ કરતા જરાય શરમાતા નથી.


Google NewsGoogle News