Get The App

ચાગોસ દ્વિપ સમુહનું સાર્વભૌમત્વ ઇંગ્લેન્ડે મોરેશ્યસને સુપ્રત કર્યું : ભારતે તેને વધાવ્યું

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
ચાગોસ દ્વિપ સમુહનું સાર્વભૌમત્વ ઇંગ્લેન્ડે મોરેશ્યસને સુપ્રત કર્યું : ભારતે તેને વધાવ્યું 1 - image


- આ ઉપરાંત મધ્ય હિન્દ મહાસાગરમાં આવેલા ડીયો ગાર્શિયા, દ્વિપ પણ મોરેશ્યસને સોંપ્યો આ દ્વિપો વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વના છે

નવી દિલ્હી : ઇંગ્લેન્ડે મોરેશ્યસ દ્વિપની બાજુમાં રહેલા આગોસ દ્વિપ સમુહ ઉપરનું સાર્વભૌમત્વ મોરેશ્યસને સોંપ્યું છે. તે ઉપરાંત મધ્ય હિન્દ મહાસાગરમાં આવેલો ડીયાગો ગાર્શિયા દ્વિપ પણ મોરેશ્યસને સોંપી દીધો છે. આ ટાપુઓ અને આ દ્વિપ-સમુહો હિન્દ મહાસાગરમાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વના છે.

ઉલ્લેખનીય છે કે મોરેશ્યસમાં તો ભારતીયોની જ વિશાળ બહુમતિ છે. તે પૈકી મોટાભાગના હિન્દુઓ છે. રામાયણ ત્યાં બહુ પ્રચલિત છે. મોરેશ્યસના પહેલા વડાપ્રધાન જેઓને પછીથી નાઇટહૂડ અપાયુ તે સર શિવસાગર રામગુલામ હતા. અત્યારે ત્યાં પ્રવિન્દ જગન્નાથ વડાપ્રધાન પદે છે. તેઓને રામ મંદિરનાં નિર્માણ પછી તેના ઉદ્ધાટન સમયે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથ વિધિ સમારોહ સમયે સવિશેષ આમંત્રિત કરાયા હતા.

આ દ્વિપ સમુહો અને તે દ્વિપ (ડીયોગાર્શિયા) મોરેશ્યસને ઇંગ્લેન્ડે હસ્તાંતરિત કર્યો તેની પ્રશંસા કરતું એક નિવેદન પણ વિદેશ મંત્રાલયે પ્રસિદ્ધ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ડીગો ગાર્શિયામાં યુએસ અને યુકેના સંયુક્ત નૌકાદળનું એક મહત્વનું મથક છે. ચીનની હિન્દ મહાસાગારમાં વધતી દાદાગીરી સામે તે ઢાલ રૂપ બની શકે તેમ છે. આગોસ દ્વિપ સમુહ ઉપર ભારતીયોની બહુમતી છે. કેટલાક નીગ્રો પણ છે. તેઓને આઝાદી મળતા આનંદમાં આવી ગયા છે તેમજ મોરેશ્યસ સાથેના જોડાણથી તેઓ ઘણા ખુશ થયા છે.

વાસ્તવમાં આગોસ દ્વિપ સમુહ અને ડીયો ગાર્શિયાને આઝાદી અપાવવામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે. મોરેશ્યસને પણ સ્વતંત્ર કરવા માટે ભારતે ઇંગ્લેન્ડ ઉપર સતત દબાણ ચાલુ રાખ્યું હતું. ભારતે બંને પક્ષોને તે માટે મંત્રણા કરવા ખુલ્લા મને ચર્ચા કરવા સતત અનુરોધ કર્યા કર્યો હતો. છેવટે બંને પક્ષો સહમત થયા.

ડીયો ગાર્શિયા મૂળ ફ્રાંસનો હતો પરંતુ ૧૮૧૪ની પેરીસ સંધિ પ્રમાણે તે બ્રિટનને સોંપાયો હતો. આ ટાપુઓ ઉપર શેરડીનાં ખેતરોમાં કામ કરતા મોટા ભાગના બિહારીઓ અને કેટલાક દક્ષિણ ભારતીયો પણ ગયા હતા. તે પૈકી ૯૦ ટકાથી વધુ તો હિન્દુ ધર્મી જ હતા. આ દ્વિપ સમુહો વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારત -યુએસ-યુકે માટે મહત્વના છે. ત્યાં યુકે-યુએસનાં નૌકા મથકો છે. ભારત પણ નૌકામથક સ્થાપવાનું છે.


Google NewsGoogle News