સીરિયામાં ગૃહ યુદ્ધ બાદ પ્રમુખ અસદના પાશવી શાસનનો અંત
સીરિયામાં બશર અલ અસદ પ્રમુખ તરીકે વર્ષ ૨૦૦૦થી શાસન કરતા હતા. આમ તો તે લશ્કરના વડા પણ હતા અને નાગરિકોને ત્રાસ આપતા, પાયાના હક્કોને કચડી અતિ ક્રૂરતાથી પેશ આવતા સરમુખત્યાર હતા. પ્રજા તેને નરપિશાચ રાક્ષસ માનતી અને ફફડતી. અસદને રશિયાને ટેકો હતો.ગૃહ યુદ્ધની સેનાને અમેરિકા શસ્ત્રો પૂરા પાડતી હતી. છેલ્લા ૧૩ વર્ષમાં છ લાખથી વધુના મૃત્યુ થયા હતાં. નાગરિકોનો રોષ એવો પ્રબળ બનતો ગયો કે તેઓની એક સમાંતર સેના બની જે અસદના લશ્કર સાથે ગૃહ યુદ્ધ કરતી રહી. અંતે બળવાખોર સેના સિરિયાની રાજધાની દમાસ્કસ પર હલ્લો કરવામાં સફળ થઈ. અસદ પરિસ્થિતિ પામી ગયા હોઇ આબાદ રીતે સંભવિત અબજો રૂપિયા અને હજારો કિલો સોનું લઈને નાસી ગયા. રશિયાએ તેમને આશ્રય આપ્યો છે. સિરિયામાં અસદથી છુટકારો મળતા નાગરિકો જાહેર માર્ગ પર લાખોની સંખ્યામાં ઉજવણી કરતા ઉમટી પડયા હતા.