VIDEO: ફ્રાન્સ પ્રમુખ મેક્રોંએ પીએમ મોદીનું અપમાન કર્યું! સૌની વચ્ચે હાથ જ ન મિલાવ્યા
Emmanuel Macron ‘Ignores’ PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી AI ઍક્શન સમિટમાં સામેલ થવા માટે ફ્રાન્સ પહોંચ્યા હતા. ત્યાં તેમણે સમિટને સંબોધી પણ હતી. જોકે આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે AI ઍક્શન સમિટ શરુ થઈ તે પહેલાંનો છે, જેમાં ફ્રાન્સના પ્રમુખ મેક્રોં વિવિધ દેશોના મહેમાનો અને દિગ્ગજો સાથે હાથ મિલાવીને તેમનું અભિવાદન કરી રહ્યા હતા. જોકે આ દરમિયાન પીએમ મોદી સાથે એક વિચિત્ર ઘટના બની જે કેમેરામાં કેદ થઈ ગઈ.
મેક્રોંએ કર્યું પીએમ મોદીનું અપમાન!
આમ તો એવા અનેક વીડિયો છે જેમાં પીએમ મોદી અને ફ્રાન્સ પ્રમુખ મેક્રોં એકબીજાની સાથે દેખાઈ રહ્યા છે અને ગળે ભેટતાં પણ દેખાઈ રહ્યા છે. જોકે એક વીડિયો એવો સામે આવ્યો છે જેમાં મેક્રોં અન્ય કેટલાક દેશો અને યુએનના મહાસચિવ સાથે હાથ મિલાવતા દેખાય છે પણ આ દરમિયાન જ પીએમ મોદી જે તેમની તરફ હાથ મિલાવવા હાથ આગળ કરે છે ત્યારે તેમના પર મેક્રોં ધ્યાન જ નથી આપતા અને અન્ય લોકો સાથે હાથ મિલાવીને આગળ નીકળી જાય છે. આ ઘટનાને પીએમ મોદી અને ભારતીયોનું અપમાન માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ અનેક લોકો આ મામલે પ્રતિક્રિયા આપીને તેને ભારતીયોનું પણ અપમાન ગણાવી ફ્રાન્સના પ્રમુખની ટીકા કરવા લાગ્યા છે.