Get The App

16,000 ફૂટની ઊંચાઈએ વિમાનનો દરવાજો તૂટતા ઇમરજન્સી લેન્ડિંગ

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
16,000 ફૂટની ઊંચાઈએ વિમાનનો દરવાજો તૂટતા ઇમરજન્સી લેન્ડિંગ 1 - image


- અમેરિકાની અલાસ્કા એરલાઇન્સની ઘટનાનો વિડિયો વાયરલ

- દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 737 મેક્સ ગયા વર્ષે કાફલામાં સમાવાયું હતું અને તેની 145 ફ્લાઇટ જ ઊડી હતી

નવી દિલ્હી : અમેરિકામાં અલાસ્કા એરલાઇન્સનું એક બોઇંગ વિમાન ટેક ઓફ કર્યા પછી આકાશમાં ૧૬ હજાર ફૂટની ઊંચાઈ પર હતુ ત્યારે તેનો દરવાજો તૂટીને પડી ગયો. તેના લીધે પ્લેનમાં સવાર ૧૭૭  લોકોના જીવ ભયમાં મૂકાયા હતા. તેમા છ ક્રૂ મેમ્બર હતા. કટોકટીની સ્થિતિ જોતાં વિમાનની પોર્ટલેન્ડ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી. ફ્લાઇટ લેન્ડ થતાં લોકોના જીવમાં જીવ આવ્યો હતો. 

અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ ૧૨૮૨ પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાંજે ૪-૫૨ વાગે રવાના થઈ હતી, પરંતુ વિમાનનો દરવાજો તૂટી જવાના પગલે તેને સાડા પાંચ વાગે ફરીથી ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડયું.

પ્રવાસીઓ દ્વારા લેવામાં આવેલા વિડીયો પરથી ખબર પડે છે કે વિમાનની બરોબર વચ્ચેનો દરવાજો રીતસરનો તૂટીને અલગ પડી ગયો હતો.

અલાસ્કા એરલાઇન્સે એક્સ પર તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે પોર્ટલેન્ડથી એન્ટોરિયો, સીએ (કેલિફોર્નિયા) જતી ફ્લાઇટ્સે બોઇંગ ૭૩૭-૯ મેક્સ એએસ ૧૨૮૨એ ઉડ્ડયન પછી તરત જ એક દુર્ઘટનાનો સામનો કરવાના લીધે પરત ફરવું પડયું હતું. 

તેના લીધે બધા ૧૭૧ પ્રવાસીો અને છ ક્રૂ મેમ્બર સહિતનું વિમાન પોર્ટલેન્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સલામત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરી હતી. આ દરવાજો કેવી રીતે તૂટી ગયો તેની અમે તપાસ કરવાના છીએ અને તપાસની વિગતો ટૂંક સમયમાં જાહેર કરીશું.આ ઘટનામાં સામેલ બોઇંગ ૭૩૭ મેક્સને પહેલી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ અલાસ્કા એરલાઇન્સમાં સમાવાયું હતું. અત્યાર સુધી તેની ફક્ત ૧૪૫ ફ્લાઇટ્સ જ થઈ છે.


Google NewsGoogle News