મસ્ક અને ઈટાલીની પીએમ મેલોની વચ્ચે ઈલુ ઈલુના અહેવાલ !
- સોશિયલ મીડિયામાં તસવીર વાયરલ
- 'ના, અમે ડેટ નથી કરી રહ્યાં', છેવટે સોશિયલ મીડિયામાં મસ્કની સ્પષ્ટતા
કેલિફોર્નિયા : ઈટાલીની પીએમ જ્યોર્જિયા મેલોની અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરમાં બંનેને સાથે ડિનર કરતા જોઈ શકાય છે. મસ્ક કંઈ બોલી રહ્યાં છે અને મેલોની તેમની વાતને ધ્યાનથી સાંભળી રહી છે. આ તસવીરો બાદ તેમની ડેટિંગની ખબરો સોશિયલ મીડિયામાં ઉછળી હતી.
રિપોર્ટ મુજબ, મેલોની અને મસ્ક ન્યૂયોર્ક સિટીમાં આયોજિત એવોર્ડ ફંક્શનમાં હાજર રહ્યાં હતાં. આ દરમિયાન મસ્કે મેલોનીને એટલાન્ટિક કાઉન્સિલ ગ્લોબલ સિટિઝન એવોર્ડ એનાયત કર્યો હતો.
મસ્કે એવોર્ડ આપતી વખતે મેલોનીના વખાણ કરતાં કહ્યું કે, ઈટાલીના પીએમ તરીકે તેમણે સરાહનીય કામ કર્યું છે. મસ્ક મેલોનીના વખાણ કરતાં અહીં નહતો રોકાયો.
તેણે વધુમાં કહ્યું કે, આ વાત કોઈપણ રાજકારણી માટે કહેવી શક્ય નથી પરંતુ, મેલોની એક પ્રામાણિક અને સાચી વ્યક્તિ છે.મસ્કના આ મસ્કાનો વિડીયો મેલોનીએપોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તે બાદ તેમની તસવીર સામે આવી અને મસ્કે સ્પષ્ટતા આપતા કહેવું પડયું કે, ના, અમે ડેટ નથી કરી રહ્યાં.