ગાઝા-ઈઝરાયલની હોસ્પિટલોને અપાશે એડથી થનારી કમાણી', યહૂદી વિરોધી પોસ્ટ પર વિવાદમાં ફસાયેલા મસ્કનું એલાન

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
ગાઝા-ઈઝરાયલની હોસ્પિટલોને અપાશે એડથી થનારી કમાણી', યહૂદી વિરોધી પોસ્ટ પર વિવાદમાં ફસાયેલા મસ્કનું એલાન 1 - image


Image Source: Twitter

- છેલ્લા 47 દિવસોથી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે હિંસક યુદ્ધ ચાલી રહ્યુ છે

નવી દિલ્હી, તા. 22 નવેમ્બર 2023, બુધવાર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના માલિક એલોન મસ્કે કહ્યું કે, તેઓ ગાઝા પટ્ટી અને ઈઝરાયેલની હોસ્પિટલોની મદદ માટે આર્થિક મદદ કરશે. તેમણે એલાન કર્યું કે, X પર આવનારી એડથી જે કમાણી થશે તેનો ઉપયોગ યુદ્ધગ્રસ્ત ગાઝા અને ઈઝરાયેલા હોસ્પિટલોની મદદ માટે કરવામાં આવશે. છેલ્લા 47 દિવસોથી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા હિંસક યુદ્ધના કારણે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ-શિફા ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ઈંધણ અને બાકી જરૂરી મેડિકલ વસ્તુઓના અભાવની પણ ખબરો સામે આવી ચૂકી છે. 

ગાઝા અને ઈઝરાયેલની હોસ્પિટલમાં આર્થિક મદદ

મસ્કે X પર લખ્યું કે, તેઓ એડ અને સબસ્ક્રિપ્શનથી થતી કમાણીનો પૂરો હિસ્સો ગાઝાની હોસ્પિટલને દાન કરશે. X ના માલિક મસ્કે જણાવ્યું કે, આર્થિક મદદની રકમ રેડ ક્રોસ સોસાયટી/ગાઝામાં ક્રિસેન્ટ (Crescent)ના માધ્યમથી મોકલવામાં આવશે. સતત બોમ્બમારો અને ઈઝરાયેલના પ્રતિબંધોને કારણે હોસ્પિટલોમાં ઓક્સિજન, ઈંધણ જેવી ઈમરજન્સી વસ્તુઓ પર પણ સંકટ ઊભુ થયુ છે. આ વચ્ચે મસ્કનું એલાન ચર્ચામાં આવ્યું છે.

મસ્કના એલાન પર સવાલ, મસ્કે આપ્યો જવાબ

મસ્કના એલાન બાદ એક X હેન્ડલ પર સવાલ કરવામાં આવ્યો કે, અંતે તેઓ કઈ રીતે નક્કી કરશે કે, તેમના દ્વારા મોકલવામાં આવેલી આર્થિક મદદની રકમ આતંકવાદી સંગઠન હમાસના હાથમાં નહીં જાય. વાયરલ ન્યૂઝ એનવાયસી (@ViralNewsNYC)ની આ પોસ્ટ પર મસ્કે જવાબ પણ આપ્યો. મસ્કે કહ્યું કે, સારા સૂચનોનું સ્વાગત કરવામાં આવશે.

રેડ ક્રોસને મોકલવામાં આવશે પૈસા

એલન મસ્કે વાયરલ ન્યૂઝ એનવાયસીની પોસ્ટ પર રિપ્લાય કર્યો અને લખ્યું કે, એક્સ આર્થિક મદદની રકમ મોકલ્યા બાદ ખર્ચ પર પણ નજર રાખશે. તેમણે કહ્યું કે, રેડ ક્રોસ/ક્રિસેન્ટ ફંડનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે તેના પર નજર રાખવામાં આવશે. તેમણે એમ પણ લખ્યું કે, આર્થિક મદદ કરવા માટે શ્રેષ્ઠ સૂચનોનું સ્વાગત છે. 

માસૂમ લોકોની મદદ પર મસ્કનું નિવેદન

ગાઝાના માનવીય સંકટ વચ્ચે ધર્મ, કુળ અને સંપ્રદાયને બાજુમાં રાખી મદદ કરવાનું એલાન કરતા એલોન મસ્કે કહ્યું કે સંકટના આવા સમયમાં તમામ લોકોએ પીડિત, નિર્દોષ અને માસૂમ લોકોની મદદ કરવી જોઈએ. ભારતે પણ માનવીય સંકટ દરમિયાન મદદની ખેપ  મોકલી હતી.

એલોન મસ્કનું આ એલાન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે થોડા દિવસો પહેલા જાણીતી કંપનીઓએ X પર એડ આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ કંપનીઓમાં OTT પ્લેટફોર્મ સહિત ઘણા મોટા નામો સામેલ છે જેના વિશ્વભરમાં લાખો સબ્સ્ક્રાઈબર્સ છે. કથિત રીતે યહુદી વિરોધી પોસ્ટ પર પોતાના જવાબના કારણે વિવાદમાં ફસાયેલા મસ્કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની દલીલ આપી હતી. આ સાથે જ તેમણે ટીકા કરનારી સંસ્થા પર કેસ કરવાની ચેતવણી પણ આપી હતી. 



Google NewsGoogle News