Get The App

'ઈલોન મસ્ક ઝેર ફેલાવે છે...', બ્રિટિશ અખબારે X પ્લેટફોર્મ છોડ્યું, ફ્રાન્સમાં પણ કેસ દાખલ

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
'ઈલોન મસ્ક ઝેર ફેલાવે છે...', બ્રિટિશ અખબારે X પ્લેટફોર્મ છોડ્યું, ફ્રાન્સમાં પણ કેસ દાખલ 1 - image


Elon Musk News | ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકારમાં ઈલોન મસ્કને મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. જો કે, હવે મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પક્ષપાતનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એક તરફ, બ્રિટિશ ડેલી ધ ગાર્ડિયને Xનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને તેને ઝેરી ગણાવ્યું છે. બીજી તરફ લક્ઝરી કંપની લૂઈ વિટોના વડા બર્નાર્ડ આર્નોલ્ટ ઈલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની સામે કાયદાકીય પગલાં લેવા જઈ રહ્યા છે. ફ્રેન્ચ અખબારોના જૂથે એવો પણ આક્ષેપ કર્યો છે કે X અમારા કન્ટેન્ટનો ઉપયોગ કરે છે પણ ચૂકવતી નથી કરતું. 

સમાચાર એકઠાં કરવા ઉપયોગ ચાલુ રાખશે! 

ઇન્સ્ટાગ્રામ પર ધ ગાર્ડિયનના 20 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. તેનું X હેન્ડલ હવે આર્કાઇવ કરવામાં આવ્યું છે. જો કે, તેના પત્રકારો સમાચાર એકત્ર કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા રહેશે. 200 વર્ષ જૂની પીઢ મીડિયા સંસ્થા ધ ગાર્ડિયન ઘણા સમયથી એક્સમાંથી બહાર નીકળવાનું વિચારી રહી હતી. 

બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનની સ્થાપના 1821માં કરવામાં આવી

અમેરિકન ચૂંટણીમાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જોઈને મીડિયા કંપનીએ આ નિર્ણયને મંજૂરી આપી હતી. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનની સ્થાપના 1821માં કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું નામ માન્ચેસ્ટર ગાર્ડિયન રાખવામાં આવ્યું હતું. વર્ષ 1959માં તેનું નામ બદલાયું અને અખબાર લંડન લઈ જવાયું. એક નોટમાં ગાર્ડિયને X ના માલિક ઈલોન મસ્ક પર પ્લેટફોર્મને ઝેર ફેલાવવામાં ઉપયોગમાં લેવાનો આરોપ મૂક્યો છે. 

ટ્રમ્પની જીતમાં મસ્કની મહત્ત્વપૂર્ણ ભૂમિકા 

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં મસ્કની મહત્વની ભૂમિકા રહી છે. હવે તે ટ્રમ્પની વિશેષ ટીમનો પણ ભાગ હશે. ધ ગાર્ડિયને 13 નવેમ્બરના રોજ લખેલા એક લેખમાં જણાવ્યું હતું કે X પર નુકસાન વધુ છે અને લાભ ઓછો છે. જો આપણે આપણા સમાચારને બીજે ક્યાંક પ્રમોટ કરીએ તો સારું રહેશે. બ્રિટિશ અખબાર કહે છે કે મસ્કે રાજકીય એજન્ડા સેટ કરવા માટે Xનો ઉપયોગ કર્યો હતો. બીજી બાજુ X ફ્રાન્સમાં કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. અહીં દિગ્ગજ ઉદ્યોગપતિએ મસ્ક સામે કાયદાકીય યુદ્ધની તૈયારી કરી છે. આ કાનૂની લડાઈ યુરોપિયન યુનિયનના નિર્દેશ પર આધારિત છે, જે મુજબ ડિજિટલ પ્લેટફોર્મે કન્ટેન્ટનો ઉપયોગ કરવા બદલ સમાચાર સંસ્થાઓને ચૂકવણી કરવી પડશે. ફ્રેન્ચ પ્રકાશકો દલીલ કરી રહ્યાં છે કે ગૂગલ અને મેટાની જેમ X પણ વળતર ચૂકવવા તૈયાર નથી.'ઈલોન મસ્ક ઝેર ફેલાવે છે...', બ્રિટિશ અખબારે X પ્લેટફોર્મ છોડ્યું, ફ્રાન્સમાં પણ કેસ દાખલ 2 - image




Google NewsGoogle News