ઈલોન મસ્કનું પણ દેવાળીયું ફૂંકાવાની નોબત આવી હતી, સૌથી ધનિક વ્યક્તિએ પણ જોયા છે ખરાબ દિવસો
Elon Musk Success Story : વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? આ સવાલ સાંભળતા તરત જ ઈલોન મસ્કનું નામ મગજમાં આવી જાય છે. મસ્ક લાંબા સમયથી આ પોઝીશન પર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ પ્રમાણે મસ્ક પાસે $353 બિલિયનની સંપત્તિ છે. છેલ્લા 24 કલાકમાં $10.3 બિલિયન અને આ વર્ષે અત્યાર સુધીમાં $124 બિલિયનની કમાણી કરી છે. ઇલોન મસ્ક ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા, સ્પેસએક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ xAI અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X સહિત અનેક કંપનીઓના માલિક છે. હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને એક મોટી જવાબદારી સોંપી છે.
આ પણ વાંચો : હવે ગરીબો કોર્ટ-કચેરીમાં પગ મૂકતાં ગભરાશે નહીં, સમય પર મળશે ન્યાય: PM મોદી
વર્ષ 2000માં મસ્કને Paypalના સીઈઓ પદેથી હટાવાયા હતા
ઈલોન મસ્ક આજે એવા સ્થાને પહોંચી ગયા છે, જ્યાં પહોંચવું દરેક માટે શક્ય નથી. પરંતુ સફળતાના આ શિખરે પહોંચતા પહેલા એક સમય એવો આવ્યો, જ્યારે મસ્ક દેવાદાર થવાનો ખતરો અનુભવી રહ્યો હતો. વર્ષ 2000માં ઈલોન મસ્કને Paypalના સીઈઓ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ બધું ત્યારે થયું જ્યારે તે તેની પૂર્વ પત્ની જસ્ટિન સાથે ઓસ્ટ્રેલિયામાં હતો. કંપનીના મેનેજમેન્ટમાં આ ફેરફારના કારણ પીટર થિએલ, મેક્સ લેવચિન, રીડ હોફમેન અને ડેવિડ ડેક્સ જેવા અન્ય સ્થાપકો સાથે મસ્કના મતભેદો હતા.
મનમાં ખરાબ વિચારો આવવા લાગ્યા
આ ઘટનાથી ઈલોન મસ્કને મોટો આંચકો લાગ્યો હતો. તેમના મનમાં સતત નકારાત્મક વિચારો આવવા લાગ્યા. તેમને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ પાછળથી આ 'આંચકો' તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થયો. મસ્ક ખૂદે સ્વીકાર્યું હતું કે Paypal ને છોડ્યા પછી જ તે અન્ય સાહસો પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો હતો. તેઓ એમ પણ કહે છે કે, જો Paypalના મેનેજમેન્ટે મને હટાવવાનો નિર્ણય ન કર્યો હોત તો, આજે તે ટ્રિલિયન ડોલરની કંપની હોત.
શેરમાંથી કમાયા નફો
Paypal સાથે સંબંધ તૂટ્યા બાદ મસ્કે કંપનીમાં તેના શેર જાળવી રાખ્યા હતા. 2002માં જ્યારે eBay એ PayPalને $1.5 બિલિયનમાં ખરીદ્યું ત્યારે મસ્કને મોટો નફો થયો. લગભગ $250 મિલિયન તેના ખાતામાં આવ્યા, જેણે તેને તેના સપનાને નવો વેગ આપ્યો. એલોન મસ્કે PayPal પાસેથી મળેલા નાણાંનું તેના આગામી મોટા પ્રોજેક્ટ 'સ્પેસએક્સ'માં રોકાણ કર્યું. મસ્કની આ કંપની એરોસ્પેસ ઉદ્યોગને ફરીથી પરિભાષિત કરવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો : કોલ્ડ ડ્રિંક્સ, સિગારેટ અને તમાકુ થશે મોંઘા, 35% સુધી નવો GST દર લાગુ કરવાની તૈયારી
ટેસ્લા મુશ્કેલીમાંથી બહાર કાઢી
ઈલોન મસ્ક માટે વર્ષ 2008 ખૂબ જ મુશ્કેલી ભર્યુ રહ્યુ. આ તે સમયગાળો હતો જ્યારે ટેસ્લાના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા, પરંતુ મસ્કે હાર ન માની અને કંપનીને કટોકટીમાંથી બહાર લાવી. આજે ટેસ્લા વિશ્વની અગ્રણી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની બની ગઈ છે. અમેરિકા પછી ચીન કંપનીનું સૌથી મોટું બજાર છે. સમાચાર મુજબ ટેસ્લાના ભારત આવવાની તૈયારીઓ પણ ચાલી રહી હતી. નવાઈની વાત એ છે કે, ઈલોન એક સમયે દેવાદારના ખતરાનો સામનો કરી રહ્યા હતા, અને આજે તે વિશ્વનો સૌથી અમીર વ્યક્તિ છે. તેમની સ્ટોરીમાંથી શીખવા જેવો બોધપાઠ એ છે કે સફળતા મુશ્કેલીઓ સામે સમર્પણ કરવાથી મળતી નથી.