દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક માણસ નહીં પણ એલિયન છે! કહ્યું- 'વારંવાર કહું છું પણ...'

Updated: May 27th, 2024


Google NewsGoogle News
દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક માણસ નહીં પણ એલિયન છે! કહ્યું- 'વારંવાર કહું છું પણ...' 1 - image


Image: Facebook

Elon Musk: ટેસ્લા સીઈઓ ઈલોન મસ્ક ક્યારેક પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ તો ક્યારેક પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ મસ્કે પોતાને એલિયન કહ્યાં છે. ઈલોન મસ્કે એ દાવો કર્યો છે કે તે એક એલિયન છે.

મસ્કે માન્યું કે અમુક લોકોને લાગે છે કે તે માણસ નથી પરંતુ એક એલિયન છે. તે બાદ તે પોતાના ચહેરાને સીધો કરીને પોતાની પલકોને ઝપકાવતા એ માને છે કે હા તે એક એલિયન છે. હુ ઘણી વખત લોકોને એ જણાવતો રહુ છુ કે હુ એક માણસ નથી, એલિયન છુ. વારંવાર કહેવા છતા પણ લોકો મારો વિશ્વાસ કરતા નથી. મસ્કનો માત્ર દાવો જ નથી કે તે એક એલિયન છે પરંતુ આ વખતે તેમણે સોશિયલ મીડિયા પર આનો પુરાવો આપવાની વાત પણ કહી છે.

AI અને માણસો વિશે કહી આ વાતો

મસ્કે માણસો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને પણ પોતાનો મત મૂક્યો. તેઓ માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોના કારણે જ કોઈ કામના સાબિત થાય છે. મસ્કે એઆઈની કામ કરવાની રીતને માણસોના મગજ સાથે તુલના કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેઓ કહે છે કે માણસના મગજના બે મેઈન પાર્ટ લિમ્બિક સિસ્ટમ અને કૉર્ટેક્સ હોય છે. 

લિમ્બિક સિસ્ટમ જે માણસોની ફીલિંગ્સને કંટ્રોલ કરે છે અને કોર્ટેક્સ જે માણસોના વિચારવા અને પ્લાન બનાવવાને હેન્ડલ કરે છે. કોર્ટેક્સનો પ્રયત્ન હોય છે કે લિમ્બિક સિસ્ટમ હંમેશા ખુશ રહે. આ એઆઈની સાથે પણ આ જ રીતે છે. એઆઈ કોર્ટેક્સની જેમ કામ કરે છે જે લિમ્બિક સિસ્ટમ તરીકે માણસોને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે.


Google NewsGoogle News