Get The App

'ભારતને UNSCમાં કાયમી સભ્યપદ ન આપવું હાસ્યાસ્પદ', ઈલોન મસ્કે સમર્થન આપી કહી આ વાત

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
'ભારતને UNSCમાં કાયમી સભ્યપદ ન આપવું હાસ્યાસ્પદ', ઈલોન મસ્કે સમર્થન આપી કહી આ વાત 1 - image
Image : Wikipedia

Elon musk supported india : ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે (elon musk) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં વૈશ્વિક દેશોના સભ્યો વિશે તેમના વિચારો વ્યક્ત કરીને UNSCમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે.

ઈલોન મસ્કે ભારત યુએનએસસીના કાયમી સભ્ય ન હોવા પર કહી આ વાત

હાલમાં જ યુએસ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે UNSCમાં આફ્રિકન દેશોના પ્રતિનિધિત્વ પર ખેદ વ્યક્ત કર્યો. આના પર પ્રતિક્રિયા આપતા ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કએ કહ્યું કે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ભારત માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્ય ન હોવું તે તદ્દન વાહિયાત વાત છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે આફ્રિકાને સંયુક્ત રીતે UNSCમાં IMO માટે કાયમી બેઠક પણ મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે UNSCમાં ભારતના કાયમી સભ્યપદ વિશે વાત કરતા કહ્યું હતું કે કે દુનિયા આસાનીથી કોઈપણ વસ્તુઓ આપતી નથી, ક્યારેક તેને લેવી પણ પડે છે. 

UNSC શું છે?

સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાનું કામ કરે છે. આમાં 15 સભ્યો હોય છે, જેમાં પાંચ કાયમી અને 10 અસ્થાયી સભ્યોનો સમાવેશ થાય છે. કાયમી સભ્યોમાં યુએસ, યુકે, ચીન, ફ્રાન્સ અને રશિયાનો સમાવેશ થાય છે, જેમની પાસે વીટો પાવર છે. ઉપરાંત, સામાન્ય સભાના 10 બિન-સ્થાયી સભ્યો બે વર્ષની મુદત માટે ચૂંટાય છે.

'ભારતને UNSCમાં કાયમી સભ્યપદ ન આપવું હાસ્યાસ્પદ', ઈલોન મસ્કે સમર્થન આપી કહી આ વાત 2 - image


Google NewsGoogle News