દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનો ધડાકો - 'EVM માં ગોટાળા, બેલેટ પેપરથી જ ચૂંટણી યોજો'
Elon Musk Questions On EVM: અમેરિકાના ઉદ્યોગપતિ ઇલોન મસ્કે એકવાર ફરી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર મોટા સવાલ ઊભા કર્યાં છે. મસ્કનું કહેવું છે કે, વોટિંગ મશીનથી ચૂંટણી કરવામાં ધાંધલી થઈ શકે છે. મસ્કે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરતાં કહ્યું કે, હું ખૂદ ટેક્નોલોજી સાથે જોડાયેલો છું. આ જ કારણ છે કે, કોમ્પ્યુટર પ્રોગ્રામ પર વધારે વિશ્વાસ ન કરી શકાય. તેને હેક કરવું સરળ છે.
ઇલોન મસ્કે પેન્સિલ્વેસનિયાના એક ટાઉન હોલમાં વોટિંગ મશીનની વિશ્વસનીયતા પર સવાલ કર્યા હતાં. મસ્કે પોતાના સંબોધનમાં ડોમિનિયન કંપનીની વોટિંગ મશીનોને ફિલાડેલ્ફિયા અને એરિઝોનામાં રિપકબ્લિકનની હાર સાથે જોડ્યું. મસ્કે કહ્યું કે, ડોમિનિયન વોટિંગ મશીનનો ઉપયોગ ફિલાડેલ્ફિયા અને મેરિકોપા કાઉન્ટીમાં કરવામાં આવે છે. પરંતુ, ઘણી અન્ય જગ્યાએ નથી કરવામાં આવતું. શું આ એક સંયોગ નથી લાગતો? દેશભરમાં બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ. બેલેટ પેપરની ગણતરી પણ હાથથી થવી જોઈએ.
આ પણ વાંચોઃ કમલા હેરિસની કટાક્ષમય હાજર જવાબીએ ટ્રમ્પ તરફીઓને મૂંગા કરી દીધા : શ્રોતાઓએ વધાવી લીધાં
પહેલાં પણ લાગ્યા આરોપ
ઇલોન મસ્કે જે ડોમિનિયન કંપનીની વોટિંગ મશીનનો ઉલ્લેખ કર્યો, તેના પર ગત વર્ષે ફોક્સ ન્યૂઝે મતોમાં હેરાફેરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં ન્યૂઝ ચેનલ પર કંપનીએ માનહાનિનો દાવો કર્યો અને મામલો 787 મિલિયન અમેરિકન ડોલરના સમાધાન સાથે ખતમ થયો.
મસ્કના નિવેદન પર કંપનીનો જવાબ
મસ્કના નિવેદન બાદ ડોમિનિયનના પ્રવક્તાએ પોતાનો પક્ષ મૂક્યો છે. તેઓએ કહ્યું કે, તથ્ય એ છે કે ડોમિનિયન ફિલાડેલ્ફિયા કાઉન્ટીની સેવા નથી કરતું. અમારી મતદાન પ્રણાલી પહેલાંથી જ મતદાતા દ્વારા વેરિફાઈડ પેપર બેલેટ પર આધારિત છે. કાગળના મતપત્રોની હાથથી ગણતરી અને ઓડિટે વારંવાર સાબિત કરી છે કે, ડોમિનિયન મશીન સટીક પરિણામ આપે છે.
વિશ્વસનીય સ્ત્રોત પર કરો વિશ્વાસ
ડોમિનિયન કંપનીએ મતદાતાઓને વિશ્વસનીય સ્ત્રોતથી આવતી સૂચનાઓ પર વિશ્વાસ કરવા અપીલ કરી છે. કંપનીએ કહ્યું કે, અમે 2024 સાથે જોડાયેલા દાવા પર ખૂબ જ ઝીણવટભરી નજર રાખી રહ્યાં છીએ. લોકોને અપીલ છે કે, ચૂંટણી સાથે જોડાયેલી જાણકારી ચકાસાયેલા અને વિશ્વસનીય સ્ત્રોત પર જ વિશ્વાસ કરો.
ટ્રમ્પના કટ્ટર સમર્થક છે મસ્ક
અમેરિકાની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી 2024માં પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ઇલોન મસ્ક અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું ખુલીને સમર્થન કરે છે. મસ્ક સતત તેના પક્ષમાં રેલીઓને સંબોધિત કરતો રહે છે. હાલમાં જ મસ્કે કહ્યું હતું કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારે છે તો જેલમાં નાંખી દેવામાં આવશે. આ વર્ષે ઇલોન મસ્કે ટ્રમ્પની રાજકીય કાર્યવાહી સમિતિને 75 મિલિયન ડોલરનું દાન પણ કર્યું છે.