બાઇડેન સરકારે સુનિતા વિલિયમ્સને જાણી જોઈને અંતરીક્ષમાં રહેવા દીધા? બરાબરના ભડક્યા મસ્ક
Elon Musk on Sunita Williams: લગભગ આઠ મહિનાથી અંતરીક્ષમાં અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અંતરીક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલમોરના વાપસી મુદ્દે ડેનિશ અંતરીક્ષયાત્રી એન્ડ્રીયાસ મોગેનસેન પર ઈલોન મસ્ક ભડક્યા હતા. બંને વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ શરુ થઈ ગઈ છે.
શું છે મામલો જાણો
મસ્કે દાવો કર્યો હતો કે જો બાઇડેન વહીવટીતંત્રે અંતરીક્ષયાત્રીઓ બૂચ વિલમોર અને સુનિતા વિલિયમ્સને જાણીજોઈને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર છોડી દીધા હતા.
મોગેનસેનને મસ્કના આ દાવાને ખોટો ગણાવતા કહ્યું કે, 'શું જૂઠ છે! અને તે પણ મીડિયામાં પ્રમાણિકતાના અભાવનો ઢોલ પીટનાર વ્યક્તિ દ્વારા આ કહેવામાં આવી રહ્યું છે.'
જ્યારે મોગેનસેને આ દાવાને ખોટો ગણાવ્યો અને મસ્ક પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. મસ્કએ મોગેનસેનને જવાબ આપતાં દાવો કર્યો કે, 'સ્પેસ-એક્સ આ અંતરીક્ષયાત્રીઓને મહિનાઓ પહેલા જ પાછા લાવી શકાયા હોત. બેવકૂફ.'
પરંતુ બંને વચ્ચેની આ ચર્ચા અહીં અટકી ન હતી. એન્ડ્રીસે જવાબ આપતાં કહ્યું કે ઈલોન, હું લાંબા સમયથી તારો ફેન છું. તે જે હાંસલ કર્યું છે... ખાસ કરીને SpaceX અને Teslaમાં. તમે પણ જાણો છો તેમ હું પણ સારી રીતે જાણું છું કે તમે પણ તેમને પાછા લાવવા માટે રેસ્કયુ શીપ મોકલતા નથી.'
ટ્રમ્પે મસ્કને અંતરીક્ષયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવાની જવાબદારી સોંપી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું પદ સંભાળ્યા બાદ બંને ઈલોન મસ્કને અંતરીક્ષયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવાની જવાબદારી સોંપી હતી. તેણે મસ્કને કહ્યું કે બંને અંતરીક્ષયાત્રીઓને શક્ય તેટલી વહેલી તકે પૃથ્વી પર પાછા લાવવા જોઈએ. જોકે ટ્રમ્પના નિવેદન બાદ નાસાએ બંને અંતરીક્ષયાત્રીઓને પરત લાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે.
ગયા વર્ષે 5 જૂને અંતરીક્ષમાં ગયા હતા સુનિતા વિલિયમ્સ
સુનિતા વિલિયમ્સ ગયા વર્ષે 5 જૂને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. તે એક અઠવાડિયા પછી પરત આવવાના હતા, પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં ખામીને કારણે તેઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. બંને અંતરીક્ષયાત્રીઓ બોઇંગ અને નાસાના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર અંતરીક્ષમાં ગયા હતા.