યુક્રેનના બદલે ફક્ત મારી સામે ફાઈટ કરો, રશિયન પ્રમુખ પુતિનને મસ્કનો ખુલ્લેઆમ પડકાર
Elon Musk Challenges Vladimir Putin: ઇલોન મસ્ક ફરી એકવાર તેના સ્ટેટમેન્ટને લઈને ચર્ચામાં છે. આ વખતે તેણે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને ફાઇટ માટે ચેલેન્જ આપી છે. સોશિયલ મીડિયા પર તેણે પોસ્ટ કર્યું હતું કે યુક્રેન સાથે લડવા કરતાં પોતાની સાથે બે-બે હાથ કરવા માટે પુતિનને ચેલેન્જ આપવામાં આવી છે.
યુક્રેનને સપોર્ટ કરવાનો આરોપ
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં ઇલોન મસ્ક યુક્રેનનો પક્ષ લઈ રહ્યો હોવાનો તેના પર સતત આરોપ મૂકવામાં આવી રહ્યો છે. રશિયા જે રીતે યુક્રેનમાં ઘુસી-ધુસીને યુદ્ધ કરી રહ્યું છે એ વિશે ઇલોન મસ્ક કોઈ અવાજ નથી ઉઠાવી રહ્યો એવું કહેવામાં આવી રહ્યું છે. આ યુદ્ધમાં કોમ્યુનિકેશન માટે યુક્રેન ઇલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે.
સ્ટારલિંક સેટેલાઇટ સિસ્ટમ વગર યુક્રેન આર્મી પડશે નબળી
ઇલોન મસ્ક પર સતત આરોપ મૂકવામાં આવી રહ્યાં છે. આથી તેણે સોશિયલ મીડિયા X પર લખ્યું કે ‘હું પુતિનને યુક્રેન કરતાં મારી સાથે ફિઝિકલ ફાઇટ કરવા માટે ચેલેન્જ કરું છું. યુક્રેનની આર્મી માટે મારી સ્ટારલિંક સિસ્ટમ ખૂબ જ મહત્ત્વની છે. જો હું એને ટર્ન ઓફ કરી દઉં તો યુક્રેનની આર્મી પડી ભાંગશે. મને એ વાતથી હવે ગુસ્સો આવી રહ્યો છે કે વર્ષોથી આ યુદ્ધમાં ઘણાં લોકો મૃત્યુ પામી રહ્યાં છે અને હવે યુક્રેનની હાર નક્કી છે. એવી દરેક વ્યક્તિ જે લોકોની કાળજી લે છે, વિચાર કરે છે અને ખરેખર સમજી શકે છે તેઓ આ યુદ્ધને અટકાવવા માગે છે.’
આ પણ વાંચો: વોટ્સએપ લાવ્યું અનોખું ફીચર: યુઝર હવે બનાવી શકશે પોતાનું કસ્ટમાઇઝ AI ચેટબોટ
શરૂ થઈ નવી કન્ટ્રોવર્સી
ઇલોન મસ્કની કમેન્ટને કારણે એક નવી કન્ટ્રોવર્સી શરૂ થઈ ગઈ છે. ઇલોન મસ્કની પોસ્ટ અને સ્ટેટમેન્ટને લઇને તેની ટીકા કરવામાં આવી રહી છે કે રશિયા દ્વારા જે લોહી વહાવવામાં આવી રહ્યું છે એને ઇગ્નોર કરવામાં આવી રહ્યું છે અને યુક્રેનના પોતાનું રક્ષણ કરવાના હક પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઇલોન મસ્કે એ પણ કહ્યું કે યુક્રેનના ટોપ ટેન પાવરફુલ વ્યક્તિઓ છે ખાસ કરીને તેઓ જેમના મોનેકોમાં મેન્શન આવેલા છે તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવવા જોઈએ. જો એ કરવામાં આવે તો યુદ્ધ તરત જ અટકી જશે.