Get The App

EVMને વખોડનારા ઈલોન મસ્કે ભારતની ચૂંટણી સિસ્ટમના કર્યા વખાણ, કહ્યું- 'એક જ દિવસમાં...'

Updated: Nov 24th, 2024


Google News
Google News
EVMને વખોડનારા ઈલોન મસ્કે ભારતની ચૂંટણી સિસ્ટમના કર્યા વખાણ, કહ્યું- 'એક જ દિવસમાં...' 1 - image


Elon Musk News: વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને અબજોપતિ ઈલોન મસ્કે ભારતની ચૂંટણી પ્રણાલી પર મોટી ટિપ્પણી કરી છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને ભારતની લોકસભા ચૂંટણી સાથે સરખાવતા કહ્યું કે, ભારતમાં એક દિવસમાં 640 મિલિયન એટલે કે 64 કરોડ મતોની ગણતરી થઈ છે, પરંતુ અમેરિકન રાજ્ય કેલિફોર્નિયામાં હજુ પણ મતોની ગણતરી ચાલુ છે.

ઈલોન મસ્કે કરી સોશિયલ મીડિયા પર આપી પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા સાઇટ Xના માલિક ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. મસ્ક લખ્યું, 'ભારતે એક દિવસમાં 640 મિલિયન વોટની ગણતરી કરી છે, જ્યારે કેલિફોર્નિયા હજુ પણ વોટની ગણતરી કરી રહ્યું છે.'

આ પણ વાંચોઃ બજેટ, ડેટ : ટ્રમ્પના ભાવિ વિત્ત મંત્રી સામેના પડકારો : કેટલાંક પ્રશ્નો તત્કાળ હાથ ધરવા પડશે

અમેરિકામાં હજુ શરૂ છે મત ગણતરી

જણાવી દઈએ કે, અમેરિકામાં 5-6 નવેમ્બરે મતદાન થયું હતું. ત્યારબાદથી જ્યાં હજુ સુધી મત ગણતરી શરૂ છે. કેલિફોર્નિયા પણ તેમાંથી એક રાજ્ય છે. જોકે, અમેરિકાના બીજા રાજ્યોમાં મત ગણતરી પૂરી થઈ ચુકી છે અને આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા જાહેર થઈ ચુક્યા છે. ટ્રમ્પ હવે જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની શપથ લેશે. જો કે, ભારત અને અમેરિકાની ચૂંટણીઓ વચ્ચે મૂળભૂત તફાવત એ છે કે અમેરિકામાં હજુ પણ બેલેટ પેપર દ્વારા મતદાન થાય છે જ્યારે ભારતે વર્ષો પહેલા મતદાન માટે EVM પસંદ કર્યું છે.

અન્ય એક યુઝરે લખ્યું કે, ભારતે એક જ દિવસમાં 640 મિલિયન વોટની ગણતરી કરી છે પરંતુ કેલિફોર્નિયા હજુ પણ 15 મિલિયન એટલે કે 1.5 કરોડ વોટની ગણતરી કરી રહ્યું છે. જોકે, વોટિંગ સમાપ્ત થયાને 18 દિવસ વીતી ગયા છે.


આ પણ વાંચોઃ 'અમેરિકા નાદારીને આરે છે', ઈલોન મસ્કની પોસ્ટે મચાવ્યો ખળભળાટ

બે રાજ્યોની ચૂંટણીના પરિણામ થયા જાહેર

જણાવી દઈએ કે શનિવારે પણ ભારતના બે રાજ્યો મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીના પરિણામ આવી ગયા છે, અહીં પણ એક જ દિવસમાં મતગણતરી કરવામાં આવી હતી.

EVMને કહ્યું ખતરનાક

સ્પેસ X અને ટેસ્લાના CEO ઈલોન મસ્ક પોતાના ચોંકાવનારા નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. તીવ્રતા માટે ભારતની ચૂંટણીના વખાણ કરનાર ઈલોન મસ્ક આ વર્ષે જુલાઈમાં EVMને ખતરનાક જણાવી રહ્યા હતાં. ઈલોન મસ્કે ત્યારે કહ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને પોસ્ટલ વોટિંગ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તેને બેલેટ પેપર અને પ્રત્યક્ષ વોટિંગ સાથે રિપ્લેસ કરવું જોઈએ.  

Tags :
Elon-MuskIndian-ElectionUS-Election

Google News
Google News