પ્રમુખ ઇબ્રાહિમ રાયસીનાં આકસ્મિક મૃત્યુ પછી આજે ઇરાનમાં ચૂંટણી : પરિણામો 2-3 દિવસ પછી આવશે
- મહિલાઓ અને સુધારાવાદીઓ મતાધિકારથી વંચિત
- પ્રમુખ પદની ચૂંટણી માટે 4 ઉમેદવારો છે જે પૈકી ત્રણ કટ્ટરપંથી જમણેરી છે એક ઉમેદવાર સુધારાવાદી છે
તહેરાન : ઇરાનના પ્રમુખ ઇબ્રાહીમ રાયસીનાં ઉત્તર પશ્ચિમ ઇરાનના પર્વતોમાં હેલિકોપ્ટર તૂટી પડતાં થયેલાં મૃત્યુ પછી આજે ઇરાનમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ રહી છે. પરંતુ મતદારો પાસે પસંદગીની બહુ તક નથી કારણ કે તમામ ઉમેદવારો ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા, આયાતોલ્લાહ અલિ ખામેનીના ચેલાઓ છે.
પ્રાદેશિક તંગદિલી અને ઇઝરાયલ સાથે જામી રહેલાં યુદ્ધની વચ્ચે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં મહિલાઓને મતાધિકાર નથી, તેમ જ સુધારાવાદીઓને પણ મતાધિકાર નથી. તે સાથે દેશમાં હતાશાનો પણ માહોલ પ્રવર્તી રહ્યો છે.
સામાન્યત: મતદાન સવારના ૮ વાગ્યાથી શરૂ થાય છે, અને સાંજે ૬ વાગે સંપન્ન થતું હોય છે. પરંતુ અહીંનું મતદાન મધરાત સુધી ચાલુ રહેવાનું છે.
નિરીક્ષકો કહે છે કે મતદાનની ટકાવારી જ ઓછી રહેવા સંભવ છે. કારણ કે યુવા વર્ગ, સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહની કટ્ટરપંથી જમણેરી નીતિઓથી હતાશ થઇ રહ્યા છે. તેમાં એક તરફ તે પરમાણુ સંયંત્રો રૂપી એટમબોમ્બ બનાવવા પ્રયત્નો કરે છે. તો બીજી તરફ દેશની આશરે ૫૦ ટકા વસ્તી (મહિલાઓને) મતદાનથી દૂર રાખે છે. તેમજ સુધારાવાદીઓને પણ મતાધિકાર આપવામાં આવ્યો નથી.
તેમાંયે ન્યૂક્લિયર ડીલ ઇરાન અમેરિકા સાથે સાધી નહીં શક્યું હોવાથી બુદ્ધિજીવીઓ ચિંતાગ્રસ્ત છે.
ચૂંટણીમાં ચાર ઉમેદવારો છે તેમાં મોહમ્મદ બાકર ખલીલાફ જે સંસદના અધ્યક્ષ હતો અને રીવોલ્યુશનરી ગાર્ડઝના પૂર્વ કમાન્ડર પણ હતો તે તથા સઇદ જાલિતિ જેણે અમેરિકા સાથેની પરમાણુ મંત્રણામાં અગ્રીમ ભાગ લીધો હતો તે તથા જાસુદ પેઝેલિસિયાન ઇરાનના ધાર્મિક રાજતંત્રનો વફાદાર સેવક પણ છે. પરંતુ તે સુધારાવાદી છે. એવું અનુમાન છે કે સુધારાવાદી માટે તકો ઓછી લાગે છે.
બીજી તરફ ઇરાનની વિદેશ નીતિમાં કે આંતરિક નીતિમાં પણ કોઈ ફેરફાર થવાની શક્યતા લાગતી નથી. કારણ કે તે બધી જ નીતિઓ છેવટે તો કટ્ટરવાદી ધાર્મિક નેતા આયાતોલ્લાહ અલિ ખામેની જ નક્કી કરે છે.