યુક્રેનમાં ચૂંટણી કે સત્તા પલટવાની સ્ક્રીપ્ટ ? ટ્રમ્પ અને પુતિન વચ્ચે ખીચડી રંધાઈ રહી છે
- યુક્રેનનાં સંવિધાન પ્રમાણે યુદ્ધકાળમાં ત્યાં ચૂંટણી થઈ શકે નહીં
- રીયાધમાં શાંતિ મંત્રણા ચાલતી હતી ત્યારે ટ્રમ્પે પુતિન સાથે વાત કરી, શાંતિમંત્રણામાં ન ઝેલેન્સ્કીને બોલાવ્યા ન યુરોપીય સંઘને બોલાવ્યું
વૉશિંગ્ટન : ૧૮મી ફેબ્રુઆરીએ સઉદી અરબસ્તાનમાં ચાલી રહેલી યુક્રેન યુદ્ધ વિષેની શાંતિ મંત્રણામાં ન તો યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને બોલાવાયા કે ન તો યુરોપીય સંઘને બોલાવવામાં આવ્યું. બેમાંથી એકના પ્રતિનિધિને બોલાવવામાં ન આવ્યા. માત્ર અમેરિકા અને રશિયાના પ્રતિનિધિઓએ મંત્રણા કરી. તેમનું યજમાન સાઉદી અરબસ્તાન પણ મંત્રણાથી દૂર રહ્યું જે સહજ હતું.
આ પરિસ્થિતિએ રાજકીય શતરંજ ખુલ્લી પાડી દીધી છે. તેવામાં મંત્રણા ચાલતી હતી ત્યારે અમેરિકાથી ટ્રમ્પે મોસ્કોમાં રહેલા પુતિન સાથે ફોન પર લંબાણ વાતચીત કરી.
ટ્રમ્પે કહ્યું લાંબા સમયથી યુક્રેનમાં ચૂંટણી જ થઈ નથી. શાંતિ-સમાધાન માટે આ ઘણું જ જરૂરી છે.
આ સાથે તેવી ચર્ચા શરૂ થઈ છે કે ચૂંટણીની માગણી કરી. ટ્રમ્પ સત્તા પલટવા માગે છે ? ટ્રમ્પ અને પુતિન વચ્ચે કઇ ખીચડી રંધાઈ રહી છે ?
થોડા દિવસ પૂર્વે પણ ટ્રમ્પ અને પુતિન સાથે મિત્રતા ભરી વાતચીત થઇ હતી. (ફોન ઉપર) તેને મોસ્કોએ ખૂબ આવકારી હતી.
રશિયા તો ઘણા સમયથી ઝેલેન્સ્કીને ગેરકાયદે કહી રહ્યું છે, યુક્રેનને તેના સંબંધી જ થતી ચર્ચામાંથી બહાર રાખવું તે રશિયાની રણનીતિનો ભાગ છે, અને તેમાં તે સફળ પણ રહ્યું છે તેમ વિશ્લેષકોનું કહેવું છે.
રશિયા યુક્રેન સરકારને અસ્થિર કરવા તથા ઝેલેન્સ્કીની કાયદેસરના પર શંકા જગાડવા ત્યાં ચૂંટણીની માગણી કરે છે. તેને શાંતિ-મંત્રણાનો ભાગ પણ બનાવી દીધું છે. અમેરિકા તે વિચારને પુષ્ટિ આપે છે. તેવું લાગે છે. ટ્રમ્પ ઝેલેન્સ્કીને સરમુખત્યાર કહેવા સાથે ત્યાં માર્શલ લૉ ચાલે છે. તેમ કહે છે.
જો કે યુક્રેનનાં સંવિધાન પ્રમાણે યુદ્ધ સમયે ત્યાં ચૂંટણી થઇ શક્તી નથી. ઝેલેન્સ્કી અને વિપક્ષો પણ માને છે કે અત્યારે ચૂંટણી વ્યવહારૂ નથી, કારણ કે લાખ્ખો લોકો વિસ્થાપિત છે. યુદ્ધની સ્થિતિમાં સ્વતંત્ર અને નિષ્પક્ષીય ચૂંટણી સંભવિત નથી.
જ્યારે પુતિનની ચાલ તે છે કે ચૂંટણી બહાને ઝેલેન્સ્કીની કાયદેસરતાને જ પડકારવી. પુતિને ૨૦૨૪માં ૮૭% મત મેળવ્યા પરંતુ દુનિયા તેને ખોટા (બનાવટી) ગણે છે.
ચૂંટણીની માગણી કરી રશિયા યુક્રેનને જાળમાં ફસાવે છે. ઝેલેન્સ્કી તે માટે સંમત થાય તો પણ રશિયા, ચૂંટણીમાં ગોટાળા કરાવી શકે છે, દેશમાં આંતરિક તણાવ વધારી શકે છે. જો ચૂંટણીની ઝેલેન્સ્કી ના કહે તો રશિયા અને અમેરિકા બંને ઝેલેન્સ્કી સરકારને ગેરકાયદે કહી ફજેતો કરી શકે. આમ ચૂંટણીની માગણી શાંતિ મંત્રણામાં શસ્ત્ર બની શકે છે.