આ દેશમાં ઉતરતાની સાથે જ ભારતીયોને આપવો પડે છે 1000 ડોલરનો ટૅક્સ, અમેરિકામાં ઘૂષણખોરી અટકાવવા લેવાયો નિર્ણય

ભારતના પાસપોર્ટ તેમજ આફ્રિકાના દેશો પર લગાવવામાં આવી રહ્યો છે ટેક્સ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
આ દેશમાં ઉતરતાની સાથે જ ભારતીયોને આપવો પડે છે 1000 ડોલરનો ટૅક્સ, અમેરિકામાં ઘૂષણખોરી અટકાવવા લેવાયો નિર્ણય 1 - image


El Salvador is charging passengers from Africa or India a $1,000 fee : સેન્ટ્રલ અમેરિકાના સૌથી નાના અને સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો દેશ અલ સાલ્વાડોરમાં ભારતના પ્રવાસીઓ સાથે પરાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. અલ સાલ્વાડોરમાં ભારતીય અને  50થી વધુ આફ્રિકન-એશિયન દેશો પાસેથી 1000 ડોલર એટલે કે લગભગ 83000 રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે. આ ટેક્સ ભારતના પાસપોર્ટ તેમજ આફ્રિકાના દેશો પર લગાવવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓ માટે પ્રખ્યાત આ દેશ ઉત્તર-પશ્ચિમમાં ગ્વાટેમાલા, ઉત્તર-પૂર્વમાં હોન્ડુરાસ અને દક્ષિણમાં પેસિફિક મહાસાગરથી ઘેરાયેલો છે. 

આ માટે વસૂલવામાં આવે છે ટેક્સ 

ઓક્ટોબરમાં અલ સાલ્વાડોરની પોર્ટ ઓથોરિટીએ તેની વેબસાઈટ પર હતું કે, ભારત સહિત 50 થી વધુ આફ્રિકન દેશોના પાસપોર્ટ પર મુસાફરી કરતા લોકોએ 1,000 ડોલરની ફી ચૂકવવી પડશે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓ પાસેથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ દેશના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સુધારવા માટે કરવામાં આવશે. મુખ્યરૂપથી આ ટેકસ લાગવા પાછળનું કારણ અમેરિકામાં થતી ઘૂષણખોરીને અટકાવાનું છે. 

અનિયમિત સ્થળાંતરને નિયંત્રણમાં લેવાની વાત 

અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિએ યુએસ સહાયક સચિવ બ્રાયન નિકોલ્સ સાથે મુલાકાત કરી. આ બેઠકમાં અન્ય વિષયો ઉપરાંત, અનિયમિત સ્થળાંતરને નિયંત્રણમાં લેવાના પ્રયાસો કરવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તે ચર્ચામાં કહેવામાં આવ્યું છે કે, કસ્ટમ્સ અને બોર્ડર પેટ્રોલે સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ 2023 માં દેશભરમાં આવા 3.2 મિલિયન આવા અનિયમિત સ્થળાંતરનો રેકોર્ડ કર્યો હતો.

નવી ફી ઓક્ટોબરથી અમલી બની 

આફ્રિકા અને અન્ય સ્થળોએથી ઘણા ઈમિગ્રન્ટ્સ મધ્ય અમેરિકા થઈને અમેરિકા પહોંચે છે. તેથી અલ સાલ્વાડોરમાં સ્થળાંતર કરનારાઓની સંખ્યા વધી રહી છે. આ મુસાફરો પર વેટ સહિત કુલ 1,130 ડોલર એટલે કે રૂ. 94,000નો ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. નવી ફી ઓક્ટોબરથી અમલમાં મૂકવામાં આવી છે. નિવેદન અનુસાર, તમામ એરલાઇન્સે આફ્રિકા અને ભારત સહિત કુલ 57 દેશોમાંથી આવતા મુસાફરો વિશે દરરોજ સાલ્વાડોરન સત્તાવાળાઓને જાણ કરવી જરૂરી છે.


Google NewsGoogle News