...તો ઈઝરાયલ અને હમાસના યુદ્ધનો આવશે અંત! ઈજિપ્તે આપ્યા 4 મોટા કારણો

જ્યારથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની શરૂઆત થઇ ત્યારથી ઇજિપ્ત અને કતાર સતત હેડલાઈન્સમાં છે

જેમાં ઇજિપ્તનું માનવું છે કે આ ચાર બાબતો દ્વારા ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ રોકી શકાય છે

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
...તો ઈઝરાયલ અને હમાસના યુદ્ધનો આવશે અંત! ઈજિપ્તે આપ્યા 4 મોટા કારણો 1 - image


Egypt plan to end Isreal Hamas war: હમાસ અને ઈઝરાયલનું યુદ્ધ લગભગ 80 દિવસથી ચાલી રહ્યું છે. જેના કારણે વર્તમાન સમયમાં ગાઝાની હાલત ખંડેર જેવી છે. જેમાં 20,400 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જેમાં આશરે 8,200 બાળકોનો સમાવેશ થાય છે. તેમજ 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હોવાનું કહેવાય છે. તેમને પુરતું પાણી, ભોજન કે ઘાયલોને સરખી સારવાર પણ મળતી નથી. જો કે ઈઝરાયલ અનુસાર 1200 લોકો માર્યા ગયા છે જ્યારે લગભગ 129 બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે.

ઈઝરાયલના વડા પ્રધાનનું કહેવું છે કે તે હવે હમાસના સંપૂર્ણ વિનાશ વગર ગાઝામાં તેના લશ્કરી અભિયાનને સમાપ્ત કરશે નહીં. આ માટે સમય આપવા બાબતે તેઓ સ્પષ્ટ ન હતા. જયારે ઈઝરાયલના નાણા મંત્રાલયના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે ઈઝરાયલ આ યુદ્ધ ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરું કરી શકે છે. આ યુધ્ધના કારણે બજેટ ખાધપણ લગભગ ત્રણ ગણી વધી ગઈ છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને ઈજિપ્તે આ યુદ્ધ પૂરું કરવા આ ચાર બાબતોને માનીને યુદ્ધ રોકી શકાય છે. 

આ ચાર કારણોથી આવી શકે છે યુદ્ધનો અંત 

1. ઈજીપ્ત મુજબ યુદ્ધનો અંત લાવવા સૌથી પહેલા ઓછામાં ઓછા બે સપ્તાહનો યુદ્ધવિરામ થવો જોઈએ, જેમાં યુદ્ધ બંધકોના બદલે પેલેસ્ટિનિયન નાગરિકોને મુક્ત કરવા જોઈએ. આ માટે હમાસે તેની કેદમાં રહેલા 40 થી 50 બંધકોને મુક્ત કરવા જોઇએ. જયારે સામે ઈઝરાયેલે ઓછામાં ઓછા 120 અને વધુમાં વધુ 150 પેલેસ્ટાઈનીઓને મુક્ત કરવા જોઈએ. 

2. આ યુદ્ધ રોકવાના પ્રયાસો બે સપ્તાહથી વધુ સમય ચાલુ રહેવા જોઈએ. તેમજ આ સમયમાં ઇજિપ્ત અને કતારે સાથે બેસીને પેલેસ્ટાઇન અને હમાસના દરેક જૂથ સાથે વાતચીત કરશે અને નિષ્ણાતો સાથે સરકાર બનાવવાની કોશિશ કરવામાં આવશે. 

3.જ્યાં સુધી પેલેસ્ટિનિયન જૂથો તેમની વચ્ચેના વિવાદોનું સમાધાન ન કરે ત્યાં સુધી નવી સરકાર ગાઝા અને વેસ્ટ બેંક પર શાસન કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણીની તૈયારીઓને લઈને સર્વસંમતિ બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે.

4. ઈઝરાયલ અને હમાસે સતત મધ્યસ્થી દ્વારા વાતચીત કરીને ઇઝરાયેલ સરકાર પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા માટે સંમત થાય તેવા કરાર કરવા જોઈએ. સામે હમાસે પણ તમામ બંધકોને મુકત કરવા જોઈએ. ઈજીપ્તનું કહેવું છે કે જો આ ચાર યોજનાઓ લાગુ કરવામાં આવે તો ગાઝામાં શાંતિ સ્થાપિત થઈ શકે છે અને આ યુદ્ધનો અંત લાવી શકાય છે.

...તો ઈઝરાયલ અને હમાસના યુદ્ધનો આવશે અંત! ઈજિપ્તે આપ્યા 4 મોટા કારણો 2 - image


Google NewsGoogle News