ઈજિપ્તમાં ભીષણ અકસ્માત, એકથી વધુ ગાડીઓ અથડાતાં આગમાં લપેટાઈ, 28ના મોત, 60થી વધુ ઘવાયા

ઈજિપ્તના બેહેરામાં એકબીજા સાથે અનેક ગાડીઓ ભટકાઈ હોવાની માહિતી

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
ઈજિપ્તમાં ભીષણ અકસ્માત, એકથી વધુ ગાડીઓ અથડાતાં આગમાં લપેટાઈ, 28ના મોત, 60થી વધુ ઘવાયા 1 - image

image : Twitter


Egypt Road Accident | ઈજિપ્તમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઈજિપ્તના બેહેરામાં અનેક વાહનો પરસ્પર અથડાયા હતા અને આગની લપેટમાં આવી ગયા હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં લગભગ 28થી વધુ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે દુર્ઘટનામાં ઘાયલોની સંખ્યા 60થી વધુ હોવાની જણાવાઈ રહી છે. 

અકસ્માતને કારણે ઓઈલ લીક થતાં આગ ફેલાઈ 

માહિતી અનુસાર બેહેરા પ્રાંતથી લગભગ 132 કિલોમીટર દૂર અનેક વાહનો પરસ્પર અથડાઈ ગયા હતા. જ્યારે એક કારમાંથી ઓઈલ લીક થવાને કારણે અમુક કારો વચ્ચે ટક્કર થઈ ગઈ હતી. અહેવાલ અનુસાર અનેક વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. 

ઈજિપ્તમાં ભીષણ અકસ્માત, એકથી વધુ ગાડીઓ અથડાતાં આગમાં લપેટાઈ, 28ના મોત, 60થી વધુ ઘવાયા 2 - image



Google NewsGoogle News