આર્થિક સંકટ વચ્ચે 42 અબજ રૂપિયાનો ખર્ચ... ઈતિહાસની સૌથી મોંઘી ચૂંટણી કરી પાકિસ્તાન ફસાયું

PECના ડેટા મુજબ ચૂંટણીમાં રૂ.42 અબજનો ખર્ચ થવાનો અંદાજ

IMF પાસેથી લોન લઈને પ્રજા પર ટેક્સનો ભાર નાખી પાકિસ્તાનમાં ચૂંટણી

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
આર્થિક સંકટ વચ્ચે 42 અબજ રૂપિયાનો ખર્ચ... ઈતિહાસની સૌથી મોંઘી ચૂંટણી કરી પાકિસ્તાન ફસાયું 1 - image


Pakistan Election : આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને (Pakistan Economy Crisis) ઈતિહાસની મોંઘી ચૂંટણી યોજી વધુ મુસીબત માથે લીધી છે. પાકિસ્તાનમાં યોજાયેલ સામાન્ય ચૂંટણી (General Election in Pakistan) પરના ખર્ચનો ડેટા સામે આવ્યો છે. પાકિસ્તાન પ્રજા પર વીજળી અને અન્ય ટેક્સનો ભાર નાખી ચૂંટણી કરાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF) દ્વારા પાકિસ્તાનને લોન (Pakistan Debt) મળી છે, પરંતુ ચૂંટણીમાં મસમોટા ખર્ચથી આર્થિક સંકટમાં ધરખમ વધારો થયો છે.

પાકિસ્તાન ચૂંટણી પંચના ડેટામાં ખુલાસો

પાકિસ્તાન ચૂંટણી પંચ (Pakistan Election Commission)ના ડેટા મુજબ, દેશમાં સૌથી મોંઘી ચૂંટણી (Most Expensive Election in Pakistan) યોજાઈ રહી છે, જેમાં 42 અબજ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ આંકડો ગત ચૂંટણી કરતા 26 ટકા વધુ હોવાનું પણ ચૂંટણી પંચે જણાવ્યું છે. પાકિસ્તાનની સમાચાર એજન્સી એઆરવાયના જણાવ્યા મુજબ, ચૂંટણીમાં સુરક્ષા અને અન્ય વ્યવસ્થા સાથે કુલ ખર્ચ 49 અબજ રૂપિયા સુધી પહોંચી શકે છે.

પાકિસ્તાનમાં ઈતિહાસની સૌથી મોંઘી ચૂંટણી

પાકિસ્તાનમાં આઠમી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીનું મતદાન થયું હતું અને હવે પરિણામ સામે આવી રહ્યા છે. બજેટમાં ચૂંટણી પાછળ 42 અબજ રૂપિયાનો ખર્ચ નિર્ધારીત કરાયો હતો, જે 2018ની ચૂંટણીમાં કરાયેલ ખર્ચથી 26 ટકા વધુ છે. આ ઉપરાંત પાકિસ્તાનના ઈતિહાસમાં પણ સૌથી મોંઘી ચૂંટણી સાબિત થઈ છે. ચૂંટણી બજેટમાં સૌથી વધુ ખર્ચ મતપત્રોના છાપકામ, સુરક્ષા માટે એજન્સીઓની તહેનાતી અને મતદાન કર્મચારીઓને પર ખર્ચ કરાયો છે.

પાકિસ્તાન પર કેટલું દેવું?

પાકિસ્તાનમાં ચૂંટણી પર જેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તેનાથી વધુ દેવું છે. પાકિસ્તાને આઈએમએફ પાસેથી ત્રણ અબજ ડૉલરની લોન માંગી હતી. તેમાંથી 1.9 અબજ ડૉલર મળ્યા છે અને 1.2 અબજ ડૉલર બચ્યા છે. જ્યારે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (State Bank Of Pakistan)ના જણાવ્યા મુજબ પાકિસ્તાન પર 30 જૂન-2023 સુધીમાં 56.21 ટ્રિલિયનનું દેવું હતું, ત્યારબાદ આઈએમએફએ 70 કરોડ ડૉલરની લોન આપી છે.

પાકિસ્તાન ચૂંટણી પરિણામના વલણમાં 

પાકિસ્તાનમાં ગઈકાલે સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાયું હતું, ત્યારબાદ પરિણામ આવવાના શરૂ થયા છે. અત્યાર સુધીમાં 24 બેઠકોના પરિણામ આવ્યા છે, જેમાં ઈમરાન ખાન (Imran Khan)ને સમર્થન આપતા અપક્ષોનો 10 બેઠકો પર વિજય થયો છે, જ્યારે બીજા નંબર પર પાકિસ્તાન મુસ્લિમ લીગ (Pakistan Muslim League) છે, જેમાં નવાજ શરીફ (Nawaz Sharif)ની પાર્ટીએ 8 અને બિલાવર ભુટ્ટોની પાર્ટીએ 5 બેઠકો પર જીત મેળવી છે.


Google NewsGoogle News