ભીષણ ગરમીથી તપતી ધરતી, 65 દેશોમાં ઓગસ્ટ મહિનામાં ઈતિહાસનુ સૌથી વધુ તાપમાન નોંધાયુ

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
ભીષણ ગરમીથી તપતી ધરતી, 65 દેશોમાં ઓગસ્ટ મહિનામાં ઈતિહાસનુ સૌથી વધુ તાપમાન નોંધાયુ 1 - image

image : Twitter

નવી દિલ્હી,તા.16 સપ્ટેમ્બર 2023,શનિવાર

ધરતી પર તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીનુ વિકરાળ સ્વરુપ લોકોને ચિંતામાં મુકી રહ્યુ છે.

નવા રિસર્ચ પ્રમાણે દુનિયાભરના 65 દેશોમાં ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયુ છે. બીજા દેશોમાં ગરમીની રીતે થોડી રાહત રહી છે પણ 1951થી 1980 વચ્ચેના સરેરાશ તાપમાન કરતા તો ઓગસ્ટ મહિનામાં ઘણુ વધારે તાપમાન નોંધાયુ છે.

ન્યૂઝ એજન્સીના અહેવાલ અુસાર અમેરિકાની એક સંસ્થાએ આ રિસર્ચ કર્યુ છે અને તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, 1880થી તાપમાનનો રેકોર્ડ રાખવાની શરુઆત થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીના રેકોર્ડ જોવામાં આવે તો  ઓગસ્ટ મહિનામાં આટલુ તાપમાન ક્યારેય નોંધાયુ નથી.ઓગસ્ટ મહિનામાં ભારતના કેટલાક હિસ્સાઓમાં પણ અભૂતપૂર્વ ગરમી પડી હતી.

આ સિવાય જાપાન, ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા, આફ્રિકાના કેટલાક હિસ્સાઓમાં પણ ઓગસ્ટ મહિનામાં ગરમીએ લોકોને પરેશાન કરી નાંખ્યા હતા. અમેરિકાની નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફિરિક એડમિનિસ્ટ્રેશને ગુરુવારે કહ્યુ હતુ કે, 174 વર્ષના ક્લાઈમેટ ચેન્જ રેકોર્ડ અનુસાર આ વર્ષે ઓગસ્ટનો મહિનો સૌથી ગરમ રહ્યો છે.

એનાલિસિસ પ્રમાણે 2016ની સરખામણીમાં ઓગસ્ટ 2023માં 0.31 ડિગ્રી તાપમાન વધ્યુ છે અને આ આંકડો હેરાન કરનારો છે. દુનિયાના બાકી હિસ્સાઓમાં પણ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

દુનિયાના સરેરાશ તાપમાનમાં થઈ રહેલો વધારો ખતરાની ઘંટડી વગાડી રહ્યો છે. તાપમાનમાં વધારાના કારણે હિમાયલ સહિત તમામ બર્ફિલા વિસ્તારોમાં ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે.


Google NewsGoogle News