અફઘાનિસ્તાનમાં મધ્યરાત્રિ દરમિયાન ભૂકંપ, આ વખતે તીવ્રતા 4.3 રહી, લોકોમાં ભયનો માહોલ

ઓક્ટોબરમાં અફઘાનિસ્તાનમાં આવેલા સતત ભૂકંપમાં 4000થી વધુના મોત

લાખો લોકો બેઘર થયાના પણ અહેવાલ, શહેર કાટમાળમાં ફેરવાયા

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
અફઘાનિસ્તાનમાં મધ્યરાત્રિ દરમિયાન ભૂકંપ, આ વખતે તીવ્રતા 4.3 રહી, લોકોમાં ભયનો માહોલ 1 - image

earthquake in Afghanistan | ચાલુ મહિને જાણે અફઘાનિસ્તાનથી જાણે કુદરત નારાજ હોય તેમ એક પછી એક અનેકવાર ભૂંકપ આવી ચૂક્યા છે. તાજેતરની માહિતી અનુસાર મધ્યરાત્રિ દરમિયાન અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે તેની તીવ્રતા 4.3 મપાઈ હતી. લોકોમાં ફરી ભયનો માહોલ ફેલાયો છે. 

ઓક્ટોબરમાં ભૂકંપનો દોર ચાલ્યો અફઘાનમાં 

ઓક્ટોબરની શરૂઆતમાં જ અફઘાનિસ્તાનમાં એક પછી એક આવેલા અનેક ભૂકંપના આંચકાને પગલે મોટી જાનહાનિ થઈ હતી અને આશરે 4000થી વધુ લોકોએ જીવ ગુમાવી દીધા હતા. આ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો બેઘર પણ થઈ ગયા હતા. આખે આખા શહેર કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. 

અફઘાનિસ્તાનમાં મધ્યરાત્રિ દરમિયાન ભૂકંપ, આ વખતે તીવ્રતા 4.3 રહી, લોકોમાં ભયનો માહોલ 2 - image


Google NewsGoogle News