Get The App

તુર્કિયેમાં 6.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ, હાલ કોઈ જાનહાનિના અહેવાલ નહીં

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
તુર્કિયેમાં 6.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ, હાલ કોઈ જાનહાનિના અહેવાલ નહીં 1 - image


Turkey Earthquake: તુર્કિયેના ઈસ્તંબુલમાં આજે 6.2 ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપનું કેન્દ્ર ઈસ્તંબુલના મરમરા દરિયામાં હતું. હાલ કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી. તુર્કિયેના ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડન્સીએ આ અંગે માહિતી આપી હતી. જર્મન રિસર્ચ સેન્ટરે ભૂકંપની તીવ્રતા અને કેન્દ્ર નોંધ્યું હતું. 6.2ની તીવ્રતાના આ ભૂકંપમાં ઈસ્તંબુલ શહેરની ઘણી ઈમારતો ધ્રુજવા લાગી હતી. 

2023માં પણ ભૂકંપે વેર્યો હતો વિનાશ

તુર્કિયેમાં 6 ફેબ્રુઆરી, 2023ના રોજ પણ ભયાનક 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂકંપના કલાક બાદ જ તુર્કિયેના અન્ય 11 પ્રોવિન્સમાં પણ તારાજી સર્જાઈ હતી. જેમાં 53000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

વધુ વિગતો અપડેટ થઈ રહી છે...

તુર્કિયેમાં 6.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ, હાલ કોઈ જાનહાનિના અહેવાલ નહીં 2 - image

Tags :