બાંગ્લાદેશમાં 5.6 અને લદ્દાખમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં 5.6 અને લદ્દાખમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા 1 - image


- બાંગ્લાદેશમાં આવેલા ભૂકંપના આંચકા પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં પણ અનુભવાયા હતા

નવી દિલ્હી, તા. 02 ડિસેમ્બર 2023, શનિવાર

સતત આવી રહેલા ભૂકંપના સમાચારો હવે સામાન્ય બની ગયા છે. હવે બાંગ્લાદેશ અને લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપની જાણકારી આપી છે. બાંગ્લાદેશમાં આજે સવારે 9 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા પશ્ચિમ બંગાળ સુધી અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.6 આંકવામાં આવી હતી. 


Google NewsGoogle News