Get The App

BIG NEWS: પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
BIG NEWS: પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા 1 - image


Earthquake Of 5.8 Magnitude Strikes Pakistan : ભૂકંપના કારણે છેલ્લા એક મહિનામાં ઘણા દેશોએ પોતાના નાગરિકો ગુમાવ્યા છે ત્યાં આજે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા આવતા લોકોના જીવ પડીકે બંધાયા છે. પાકિસ્તાનમાં 12મી એપ્રિલ બપોરના સમયે 5.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. 

પાકિસ્તાનના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદ, રાવલપિંડી, અટક, ચકવાલ, પંજાબ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પેશાવર, શબકદર, મર્દન જેવા વિસ્તારોમાં પણ ધરા ધ્રુજી હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાવલપિંડીથી 60 કિમી દૂર ઉત્તર-પશ્ચિમમાં હતું. 

નોંધનીય છે કે ગયા મહિને જ 28 માર્ચે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. મ્યાનમારમાં ભૂકંપના કારણે થાઇલૅન્ડમાં પણ ભારે નુકસાન થયું હતું. 

BIG NEWS: પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા 2 - image

Tags :