Get The App

ભૂકંપે જાપાન બાદ હવે આ દેશનો વારો પાડ્યો, 30 મિનિટમાં 2 વખત ભારે આંચકાથી હચમચાવી મૂક્યાં

પહેલા ભૂકંપની તીવ્રતા 4.4 અને બીજાની 4.8 રહી

લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
ભૂકંપે જાપાન બાદ હવે આ દેશનો વારો પાડ્યો, 30 મિનિટમાં 2 વખત ભારે આંચકાથી હચમચાવી મૂક્યાં 1 - image


Earthquack news | જાપાન અને મ્યાનમાર બાદ હવે અફઘાનિસ્તાનમાં (Afghanistan Earthquack) પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં 30 મિનિટની અંદર બે વખત ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અહીં પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 4.8 રહી હતી.

ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું? 

નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર પહેલો ભૂકંપ મોડી રાત્રે 12.28 મિનિટ અને 52 સેકન્ડે આવ્યો હતો. આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 80 કિમી ઊંડે હતું. તેનું સ્થાન ફૈઝાબાદના 126 કિ.મી. દૂર પૂર્વમાં હતું. જ્યારે બીજો ભૂકંપ 12:55 મિનિટ અને 55 સેકન્ડે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર ફૈઝાબાદ શહેરથી 100 કિલોમીટર દૂર હતું. જો કે અફઘાનિસ્તાનમાં આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે હજી જાણી શકાયું નથી.

ભૂકંપે જાપાન બાદ હવે આ દેશનો વારો પાડ્યો, 30 મિનિટમાં 2 વખત ભારે આંચકાથી હચમચાવી મૂક્યાં 2 - image



Google NewsGoogle News