ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5ની નોંધાઈ

આ અગાઉ અહીં સોમવારે 4.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા

આ પહેલા ભારત-નેપાળ સરહદી વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5ની નોંધાઈ 1 - image


Earthquake in Myanmar : ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, આજે વહેલી સવારે ભૂંકપના આંચકા (Earthquake tremors) અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર 4.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ પહેલા સોમવારે પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 4.3ની નોંધાઈ હતી. હાલ ભૂકંપને કારણે કોઈ જાનમાલ કે નુકસાનના સમાચાર નથી.

આ પહેલા નેપાળ-ભારતના સરહદી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા

આ અગાઉ છ દિવસ પહેલા જ નેપાળ-ભારતના સરહદી વિસ્તાર તેમજ બિહારના કેટલાક વિસ્તારોમાં  ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપના આંચકાની તીવ્રતા (magnitude) રિક્ટર સ્કેલ (Richter scale) પર 5.3ની માપવામાં આવી હતી. જો કે ભૂકંપમાં કોઈ મોટી જાનહાનિ કે કોઈ નુકસાનના અહેવાલ ન હતા.  બિહારના પટનાના ગાર્ડનીબાગ વિસ્તારમાં લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા, લોકોના કહેવા પ્રમાણે ભૂકંપના આંચકા ત્રણથી ચાર સેકેન્ડ સુધી અનુભવાયા હતા. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર (epicenter) નેપાળના કાંઠમંડુથી નજીક નોંધાયું હતું. 

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5ની નોંધાઈ 2 - image


Google NewsGoogle News