જાપાનમાં 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, દરિયાકાંઠે સુનામીનું એલર્ટ જાહેર કરાયું, લોકો ફફડી ઊઠ્યાં
Earthquake in japan : જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 મપાઈ છે. ભૂકંપની સાથે સાથે સુનામીનું એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. ભૂકંપના આ આંચકા જાપાનના ક્યુશુ અને શિકોકુ ટાપુ પર અનુભવાયા હતા. તેની સાથે જ તટીય વિસ્તારો મિયાઝાકી, કોચી, ઈહિમે, કાગોશિમા અને આઈતામાં સુનામી અંગે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
જાપાનના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા 7.1 નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યૂશુના પૂર્વ કિનારે લગભગ 30 કિલોમીટરની ઊંડાઈએ હતું. તેમજ ભૂકંપ બાદ સુનામી આવવાની સંભાવના છે અને તે અંતર્ગત 1 મીટર ઉંચા મોજા દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી શકે છે.