દુનિયાના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત આ દેશમાં ફરી ધરતી ધણધણી, 6.6ની તીવ્રતા નોંધાઈ, સુનામીનું એલર્ટ

જાપાનમાં વહેલી સવારે ભૂકંપના ભારે આંચકાને પગલે ફફડાટ

અધિકારીઓએ કહ્યું કે જો સુનામી આવશે તો સંભવિત એક મીટરની ઊંચાઈ સુધીના મોજાં ઉછળતાં જોવા મળશે

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
દુનિયાના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત આ દેશમાં ફરી ધરતી ધણધણી,  6.6ની તીવ્રતા નોંધાઈ, સુનામીનું એલર્ટ 1 - image

જાપાનમાં આજે ભૂકંપના (japan earthquake) એટલા ભારે આંચકા અનુભવાયા કે સીધી સુનામીની જ ચેતવણી (tsunami warning in japan) જાહેર કરવી પડી. અધિકારીઓએ કહ્યું કે જો સુનામી આવશે તો સંભવિત એક મીટરની ઊંચાઈ સુધીના મોજાં ઉછળતાં જોવા મળશે. 

ભૂકંપની તીવ્રતા કેટલી રહી? 

એક અહેવાલ અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 મેગ્નિટ્યૂડ મપાઈ હતી. સરકારે એડવાઈજરી જાહેર કરીને ચેતવણી ઉચ્ચારી હતી કે લોકો દરિયાકાંઠા અને નદીકાંઠાના વિસ્તારોથી સુરક્ષિત સ્થાનોએ ખસી જાય. 

દુનિયાના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત આ દેશમાં ફરી ધરતી ધણધણી,  6.6ની તીવ્રતા નોંધાઈ, સુનામીનું એલર્ટ 2 - image

ભૂકંપ પ્રભાવિત ક્ષેત્ર છે જાપાન

પૃથ્વી પર જાપાન સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાંથી એક છે. 2011માં આવેલા એક ભીષણ ભૂકંપને કારણે સુનામી આવતાં ઉત્તર જાપાનના મોટાભાગનો હિસ્સો નષ્ટ થઈ ગયો હતો અને ફુકુશિમામાં આવેલા પરમાણુ પ્લાન્ટને પણ મોટું નુકસાન થયું હતું. 


Google NewsGoogle News