Get The App

ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 111 લોકોના મોત, 200થી વધુ ઘાયલ

હાલ રાહત અને બચાવ કાર્ય માટે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી

રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભૂકંપ સંબંધિત મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 111 લોકોના મોત, 200થી વધુ ઘાયલ 1 - image


China Earthquake : ચીનથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં મોડી રાત્રે ઉત્તર-પશ્ચિમના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. 

રાષ્ટ્રપતિ જિનપિંગે નિર્દેશો આપ્યા

ચીનમાં મોડી રાત્રે આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 111 લોકોના મોત થયા છે જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતા 6.2ની માપવામાં આવી હતી અને તેની ઊંડાઈ 10 કિલોમીટર હતી. ભૂકંપના કારણે અનેક જગ્યાએ નુકસાન થયુ છે. હાલ રાહત અને બચાવ કાર્ય માટે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. અમેરિકી જીઓલોજિકલ સર્વે અનુસાર આ ભૂકંપ ગાંસુના લિન્ઝિયા ચેંગગુઆનઝેનથી લગભગ 37 કિમી અને લાન્ઝોઉ ગાંસુથી લગભગ 100 કિમી દૂર આવ્યો હતો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંપૂર્ણ સર્ચ ઓપરેશન અને ઝડપી બચાવ કાર્ય, અસરગ્રસ્તોનું યોગ્ય પુનર્વસન અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટેના મહત્તમ પ્રયાસો સહિતના ભૂકંપ સંબંધિત મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. 

CENC અનુસાર ભૂકંપ લગભગ 12 વાગ્યાની આસપાસ આવ્યો

ચાઈના નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર ગઈકાલે લગભગ 12 વાગ્યાની આસપાસ પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં ભૂકંપના અનુભવાયા હતા. આ સમયે લોકો પોનાના ઘરમાં સુતા હતા તે દરમિયાન જ 6.2 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. આ ભૂકંપના કારણે ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં ભારે તબાહી સર્જાઈ છે જેમાં અનેક ઘરો ધરાશાયી થયા છે. ચીનમાં ભૂકંપ આવ્યો તે પહેલા પાકિસ્તામાં પણ ધરા ધ્રુજી હતી જેની તીવ્રતા 5.8 મપાઈ હતી અને નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર (NSMC) અનુસાર આ ભૂકંપ 133 કિમી ઊંડાઈ આવ્યો હતો.

ગાંસુમાં રાહત કાર્ય ચાલુ

ચીનના ગાંસુમાં ભૂકંપને કારણે વધારે તબાહી સર્જાઈ હતી જેના પગલે રાહત કાર્ય ઝડપી શરુ કરી દેવામાં આવ્યું છે. હાલ 33 એમ્બ્યુલન્સ અને 173 મેડિકલ સ્ટાફને ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. આ ઉપરાંત કિંધાઈ પ્રાંતમાં પણ 68 એમ્બ્યુલન્સ અને 40થી વધુ નિષ્ણાતોને રવાના કર્યા છે. 


Google NewsGoogle News