Get The App

તાઇવાનમાં એક પછી એક અનેક ભૂકંપ, સૌથી મોટા આંચકાની તીવ્રતા 6.1, લોકોમાં ગભરાટ ફેલાયો

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News
તાઇવાનમાં એક પછી એક અનેક ભૂકંપ, સૌથી મોટા આંચકાની તીવ્રતા 6.1, લોકોમાં ગભરાટ ફેલાયો 1 - image


- મહિનાની શરૂઆતમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

- કોઇ જાનહાનિ નહીં પણ બે બહુમાળી ઇમારતોને વધુ નુકસાન જે અગાઉના ભૂકંપ પછી ખાલી કરાઇ હતી

તાઇપે : તાઇવાનમાં મંગળવાર વહેલી સવારે ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતાં. જેમાં સૌથી શકિતશાળી ભૂકંપની તીવ્રતા ૬.૧ હતી તેમ યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)એ એક નિવેદનમાં જણાવ્યું છે.

ભૂકંપમાં કોઇ જાનહાનિ થઇ નથી પણ બે બહુમાળી ઇમારતોને વધુ નુકસાન થયું છે જે આ મહિનાની શરૂઆતમાં આવેલા ૭.૪ તીવ્રતાના ભૂકંપ પછી ખાલી કરાવી દેવામાં આવી હતી. તે વખતે ભૂકંપને કારણે ૧૩ લોકોનાં મોત થયા હતાં અને ૧૦૦૦ લોકો ઘાયલ થયા હતાં.

યુએસજીએસના જણાવ્યા અનુસાર આજે આવેલા ૬.૧ તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર  હુઆલિયન શહેરથી ૨૮ કિમી દક્ષિણમાં અને જમીનથી ૧૦.૭ કિમી નીચે હતું.

ભૂકંપના અન્ય છ આંચકાઓની તીવ્રતા ૪.૫ થી ૬ની વચ્ચે હતી. આ તમામ આંચકા હુઆલિયન શહેરની પાસે આવ્યા હતાં.

તાઇવાનના મોનિટરિંગ સેન્ટર અનુસાર શરૂઆતમાં આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા ૬.૩ હતી. અલગ અલગ મોનિટરિંગ સેન્ટર દ્વારા નોંધવામાં આવેલી તીવ્રતામાં સામાન્ય અંતર સ્વભાવિક છે. 


Google NewsGoogle News