Get The App

ચીનમાં ફરી ભયાનક ભૂકંપ, તીવ્રતા 5.6 મપાઈ, જમીનમાં 10 કિ.મી. ઊંડો ખાડો પડી ગયો

આ પહેલા મંગળવારે પણ ચીનમાં ભૂકંપ આવ્યો હતો

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
ચીનમાં ફરી ભયાનક ભૂકંપ, તીવ્રતા 5.6 મપાઈ, જમીનમાં 10 કિ.મી. ઊંડો ખાડો પડી ગયો 1 - image


Earthquake hits china kyrgyzstan border:  આજે ફરી એકવાર ચીનમાં ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ કિર્ગિસ્તાન-શિનજિયાંગ બોર્ડર નજીક આવ્યો હતો. માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.6 મપાઈ હતી. 

ગઇકાલે પણ આવ્યો હતો ભૂકંપ 

આ પહેલા મંગળવારે પણ ચીનમાં ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી હતી. જેના લીધે અનેક મકાનો ધરાશાયી થઇ ગયા હતા. આ સિવાય ત્રણ લોકોનાં મૃત્યુ થયા તો પાંચ લોકો ઘવાયા હતા. 

ભૂકંપના કારણે જમીનમાં 10 કિલોમીટર ઊંડો ખાડો પડી ગયો

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર બુધવારે ભૂકંપના કારણે જમીનમાં 10 કિલોમીટર ઊંડો ખાડો પડી ગયો હતો. ચીનમાં 48 કલાકમાં આ  બીજી વખત ભૂકંપ આવ્યો છે. બુધવારે વહેલી સવારે ફરી આવેલા ભૂકંપના આંચકાથી લોકો ભયભીત જોવા મળી રહ્યા છે. 

ચીનમાં ફરી ભયાનક ભૂકંપ, તીવ્રતા 5.6 મપાઈ, જમીનમાં 10 કિ.મી. ઊંડો ખાડો પડી ગયો 2 - image


Google NewsGoogle News