બ્રિક્સ સમિટ દરમિયાન મોદી શીને મળ્યા ભવ્ય ડીનર સમયે પુતિને શી અને મોદી વચ્ચે સ્થાન લીધું
- ચીન સાથે મૈત્રી : લક્ષ્ય સલામતી સમિતિનું કાયમી સભ્યપદ
- 16મી બ્રિક્સ સમિટ સમયે શી જિનપિંગ, નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે વાતચીત : મોદી-શી જિનપિંગ દ્વિપક્ષીય મંત્રણા યોજી
કાઝાન : અહીં યોજાયેલ ૧૬મી બ્રિક્સ શિખર પરિષદ સમયે નરેન્દ્ર મોદી, શી જિનપિંગને મળ્યા હતા. એલઓસી ઉપર પેટ્રોલિંગ વિષે બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી પછી આ મંત્રણાઓ યોજાઈ હતી.
આ પરિષદ દરમિયાન, નરેન્દ્ર મોદી, પ્રમુખ પુતિન અને શી જિનપિંગ વચ્ચે ખુલ્લા મને વાતચીત પણ થઈ હતી.
ઉલ્લેખનીય છે લડાખમાં લાઇન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ ઉપર તંગદિલી ઘટાડવા બંને દેશોએ સેનાએ એલઓસીની બંને બાજુએ સેનાઓ પાછી હઠાવવા અંગે થયેલી સમજૂતી પછી આ બેઠક યોજાઈ છે. તે મહત્વની છે.
રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યા પછી યોજાયેલી આ ૧૬મી બ્રિક્સ પરિષદે સૌથી મહત્વના નિર્દેશો તે આપ્યા છે કે રશિયાને અટુલુ પાડી દેવાની પશ્ચિમની યોજના નિષ્ફળ ગઈ છે. મોદી કાઝાન પહોંચ્યા અને પરિષદ સ્થળે ગયા ત્યારે પ્રમુખ પુતિને તેઓ સાથે હસ્તધૂનન કર્યું જ હતું પરંતુ બંને નેતાઓ પરસ્પરને ભેટયા હતા.
મોદી, પુતિન, શી જિનપિંગ વચ્ચેની હળવા મને થયેલી વાતચીત પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાઓ યોજાઇ હતી. તેમાં લડાખમાં લાઇન ઓફ એકચ્યુલ કંટ્રોલ (એલ.ઓ.સી.) ઉપર તંગદિલી ઘટાડવી અને બંને તરફે સેનાઓ પાછી ખેંચી લેવા અંગે દેશોએ લીધેલા નિર્ણયને કેન્દ્ર સ્થાને રાખી વાતચીત યોજાઈ હશે તેમ નિરીક્ષકોનું માનવું છે.
આ પછી પ્રમુખ પુતિને ઉપસ્થિત ૩૬ દેશોના નેતાઓ માટે ભવ્ય ભોજન સમારંભ યોજયો હતો. જેમાં મુખ્ય ટેબલ ઉપર પુતિને એક તરફ શી ને બેસાડયા બીજી બાજુ નરેન્દ્ર મોદીને બેસાડયા હતા. આ ઉપરથી અન્ય દેશોના પ્રતિનિધિઓ સમજી શકયા હતા કે મોદીને પુતિન જેટલું મહત્વ આપે છે.
નિરીક્ષકો કહે છે કે ચીન સાથે મૈત્રીનો હાથ લંબાવવા પાછળ મોદીનું ધ્યેય તે હોઈ શકે કે સલામતી સમિતિમાં ભારતનાં કાયમી સભ્ય પદના મુદ્દે ચીન વિરૂધ્ધમાં ચીન ન આવવાને બદલે ભલે તરફેણમાં મત ન આપે પરંતુ ઓછામાં ઓછુ તટસ્થ રહી મતદાનથી દૂર રહે.