Get The App

યુદ્ધ વચ્ચે ઈઝરાયલનું સૈન્ય લેબનોનમાં 48 કિ.મી. ઘૂસ્યું, હિઝબુલ્લાહના લડવૈયા ભાગ્યા, 10 લાખ બેઘર

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનું સૈન્ય લેબનોનમાં 48 કિ.મી. ઘૂસ્યું, હિઝબુલ્લાહના લડવૈયા ભાગ્યા, 10 લાખ બેઘર 1 - image


Image: Facebook

Israel-Hezbollah War: લેબનોનની અંદર લગભગ 50 કિલોમીટર સુધી ઈઝરાયલી ટેન્ક અને સેના પહોંચી ગઈ છે. પેજર એટેક, વોકી-ટોકી હુમલો, એર સ્ટ્રાઈક બાદ હવે સામેથી દુશ્મન આવતાં જોઈને હિઝબુલ્લાહના ફાઈટર વિસ્તાર છોડી ભાગી ગયા છે. હવે માત્ર લેબનોનની ખાલી ઈમારતો બચી છે. જેમાં આ યુદ્ધ પહેલા લગભગ 10 લાખ લોકો રહેતા હતાં. ઈઝરાયલની સેના લેબનોની અંદર 48 કિલોમીટર સુધી ઘૂસી ચૂકી છે. તેના હુમલાથી ડરેલા હિઝબુલ્લાહના ફાઈટર વિસ્તાર છોડીને ભાગી ચૂક્યા છે. થોડો સંઘર્ષ લેબનીઝ સેના અને અમુક ફાઈટર સાથે થઈ રહ્યો છે. આ સમગ્ર વિસ્તારમાં લેબનોનના લોકો નથી. લગભગ 10 લાખ લોકો આ વિસ્તારને છોડીને જઈ ચૂક્યા છે.

ઈઝરાયલી સેના સમગ્ર દક્ષિણી લેબનોનમાં ફેલાઈ ચૂકી છે. ઈઝરાયલની નેશનલ સિક્યોરિટી કેબિનેટે કહ્યું કે 'આ હિઝબુલ્લાહ વિરુદ્ધ આગામી તબક્કાની લડત છે. લગભગ 50 વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે ઈઝરાયલી સેના લેબનોની જમીન પર પહોંચી છે. 2006માં ચાલેલા 34 દિવસ લાંબા યુદ્ધ બાદ આ પહેલી વખત છે.'

ઈઝરાયેલની સેના તેને લિમિટેડ ગ્રાઉન્ડ ઓપરેશન ગણાવી રહી છે. જેમાં વાયુસેના પણ મદદ કરી રહી છે. આકાશથી બોમ્બ અને મિસાઈલ છોડીને જમીની સેના માટે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય અર્બન વોર લેબનોનની ગલીઓ અને માર્ગો પર થઈ રહી છે. ઈઝરાયલે કહ્યું છે કે તે લાંબા સમય સુધી લેબનોન પર કબ્જો કરશે નહીં. 

બે ડઝન ગામોથી હિઝબુલ્લાહનો સફાયો

પરંતુ ઈઝરાયલી સેનાનો ઈરાદો શું છે. કેટલા દિવસ અને કેટલા મોટા વિસ્તારોમાં કબ્જો કરવાનો છે. યુદ્ધ લડવાનું છે. આને લઈને કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. 01 ઓક્ટોબર સુધી ઈઝરાયલી સેના દક્ષિણી લેબનોનની અંદર બે ડઝન ગામને હિઝબુલ્લાહ આતંકીઓથી મુક્ત કરાવી ચૂકી હતી. 48 કિલોમીટર અંદર સુધી ઈઝરાયલી સેના પહોંચી ચૂકી છે.

લોકલાઈઝ્ડ રેડ્સ... સીધી ટક્કર નહીં

ઈઝરાયલી સેના હિઝબુલ્લાહના ઠેકાણા પર જ હુમલો કરી રહી છે. જેને તેમણે લોકલાઈઝ્ડ રેડ્સનું નામ આપ્યુ છે. અત્યાર સુધી હિઝબુલ્લાહના ફાઈટરોએ ઈઝરાયલી સેનાને જમીન પર ટક્કર આપી નથી. સીધા સંઘર્ષની ઘટનાઓ પણ ઓછી થઈ રહી નથી. ગાઝાપટ્ટીમાં હમાસની સાથે સીધી ટક્કર થઈ રહી હતી. 

હિઝબુલ્લાહે ઈઝરાયલનો દાવો ફગાવી દીધો

હિઝબુલ્લાહના પ્રવક્તા મોહમ્મદ અફીફે ઈઝરાયલી સેનાના આ તમામ દાવાને ફગાવી દીધા છે. તેણે કહ્યું કે ઈઝરાયલ ખોટું બોલી રહ્યું છે. UNIFIL અનુસાર ઈઝરાયલી સેનાએ ખૂબ જ વિચારીને લેબનાની જમીન પર પગ મૂક્યો છે. હુમલો કર્યો છે. સંપૂર્ણ રીતે યુદ્ધ છેડાયું નથી. લેબનોનની જમીન પર ઈઝરાયલી સૈનિક રોકાઈ રહ્યાં નથી. હુમલો કરે છે પછી પાછા આવી જાય છે.

હવે આગળ શું થશે...

ઈઝરાયલની નેશનલ સિક્યોરિટી કેબિનેટે કહ્યું કે હિઝબુલ્લાહની સાથે યુદ્ધના આગામી તબક્કાને અપ્રૂવલ આપી દીધુ છે. ઈઝરાયલી સેના હાલ સમગ્ર લેબનોન સરહદ પર નાના-નાના હુમલા કરી રહી છે. સરહદની નજીકથી લેબનોની લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી રહી છે. લેબનોની આર્મી પણ પોતાના સૈનિકો અને લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી રહી છે. આ દરમિયાન ઈઝરાયલી વાયુસેનાએ બેરુતમાં ફરી બોમ્બમારો કર્યો છે. ખાસ કરીને શિયા બહુમત વિસ્તારમાં. જ્યાં હિઝબુલ્લાહના ફાઈટરની સંખ્યા ખૂબ વધુ છે.


Google NewsGoogle News