શીતયુધ્ધ સમયે આફ્રિકામાં જાસૂસી કરવામાં સોવિયત સંઘ યુએસ કરતા આગળ હતું- સીઆઇએના રિપોર્ટમાં ખુલાસો

આફ્રિકામાં પ્રભાવ જમાવવા ૧૯૫૭માં બંને મહાસત્તાઓ વચ્ચે ટક્કર થયેલી

સીઆઇએ પાસે આફ્રિકા અંગે જરુરી હોય એવી પુરતી જાણકારી પણ ન હતી

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
શીતયુધ્ધ સમયે આફ્રિકામાં જાસૂસી કરવામાં સોવિયત સંઘ યુએસ કરતા આગળ હતું- સીઆઇએના રિપોર્ટમાં ખુલાસો 1 - image


ન્યૂયોર્ક,૧૧ જુલાઇ,૨૦૨૪,બુધવાર 

અમેરિકા અને સોવિયત સંઘ (યુએસએસઆર) રશિયા વચ્ચે એક જમાનામાં કોલ્ડ વૉર ચાલતું હતું. સમગ્ર દુનિયા વિરોધ અને તરફેણમાં વહેંચાયેલી હતી. આફ્રિકા ખંડમાં પ્રભાવ જમાવવા ૧૯૫૭માં બંને મહાસત્તાઓ વચ્ચે ટક્કર થઇ હતી. અમેરિકા અને યુએસએસઆરની ટક્કરમાં અમેરિકા પાછળ રહી ગયું હતું. એવો ખુલાસો આટલા વર્ષો પછી અમેરિકાની જાસુસી સંસ્થા (સીઆઇએ) ખૂદ કબૂલ કર્યુ છે. ડિકલાસિફાઇડ થયેલા સીઆઇએના દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે અમેરિકા વૈશ્વિક શકિત હોવા છતાં આફ્રિકામાં યૂએસએસઆર કરતા પાછળ રહી ગયું હતું.

આફ્રિકા મહાદ્વીપમાં સોવિયત સંઘે ખૂબજ પ્રભાવ વધારી દીધો હતો.યૂએસએસઆર વિઘટન સુધી રશિયાની એજન્સીઓનો કોઇ તોડ કાઢી શકાયો ન હતો. ઉત્તરી અમેરિકાના મહાદ્વીપને છોડીને દરેક વિસ્તારમાં સીઆઇએને ટક્કર આપી હતી. ૧૪ ઓગસ્ટ ૧૯૫૭ના મુખ્ય ભૌગોલિક અનુસંધાન ક્ષેત્ર કાર્યાલયમાં એક બેઠક બોલાવી હતી જેમાં ખુલાસો થયો હતો કે સીઆઇએ પાસે આફ્રિકા અંગે જરુરી હોય એવી પુરતી જાણકારી નથી.

શીતયુધ્ધ સમયે આફ્રિકામાં જાસૂસી કરવામાં સોવિયત સંઘ યુએસ કરતા આગળ હતું- સીઆઇએના રિપોર્ટમાં ખુલાસો 2 - image

ખાસ કરીને આફ્રિકાના ભૌતિક, ભૂગોળ, મૂળ જનજાતિઓ, શહેરી ક્ષેત્રો અને કોમોડિટી અંગેની માહિતીનો અભાવ હતો. આ ઉપરાંત મહાદ્વીપમાં વિશાળ આકારના કારણે જાસૂસી એજન્સી સીઆઇએને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.એ સમયે આફ્રિકામાં સંયુકત રાજય અમેરિકાની નીતિઓ અને ઓપરેશનલ રણનીતિઓ પણ તેના વિકાસના ચરણમાં હતી.

સોવિયત સંઘે આફ્રિકાની વિવિધ જાતિઓ જનજાતિઓને સમજવા માટે એક ખાસ દ્વષ્ટીકોણ અપનાવ્યો હતો. નૃવંશવિજ્ઞાાન (એથેનોગ્રાફી) સંબંધી પ્રોગ્રામ પણ રશિયનો દ્વારા ચલાવવામાં આવતા હતા. કેટલાક સમુદાયો સાથે સોશિયલ એન્જિનિયરિંગ પણ કરવામાં આવ્યું હતું. રશિયાના આને લગતા પ્રોગ્રામના શબ્દો પણ આ વાતનો સંકેત આપતા હતા.



Google NewsGoogle News