Get The App

રશિયા-યુક્રેન યુદ્ધમાં 16 ભારતીયો 'ગુમ', 12ના મોત: વિદેશ મંત્રાલય

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
રશિયા-યુક્રેન યુદ્ધમાં 16 ભારતીયો 'ગુમ', 12ના મોત: વિદેશ મંત્રાલય 1 - image


Indians Killed in Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે (17 જાન્યુઆરી) જણાવ્યું કે, યુક્રેન સામે યુદ્ધમાં લડવા માટે રશિયાની સેનામાં તૈનાત ઓછામાં ઓછા 16 ભારતીય નાગરિક લાપતા છે. જોકે, આ યુદ્ધમાં અત્યાર સુધી 12 ભારતીયોની મોત થઈ ચુકી છે. આ નિવેદન ભારત દ્વારા યુક્રેનમાં કેરળના એક વ્યક્તિની મોત બાદ રશિયન સેનાને ભારતીય નાગરિકોની જલ્દીથી જલ્દી મુક્તિ માટે નવેસરથી કરેલી અરજી બાદ આવ્યું છે. યુક્રેન યુદ્ધમાં રશિયા માટે લડી રહેલાં ભારતીય નાગરિકોની સ્થિતિ ભારત માટે એક મોટી ચિંતા બની ગઈ છે. નોંધનીય છે કે, ફેબ્રુઆરી 2024માં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કર્યા બાદ હજારો વિદેશી નાગરિકોને આ યુદ્ધમાં લડવા માટે ભરતી કરવામાં આવ્યા હતાં. જેમાંથી ઘણાં ભારતીય પણ સામેલ છે. 

ભારતીય લોકોને પરત લાવવાના પ્રયાસ

મીડિયા સાથે વાત કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બિનીલ બાબુના મૃત્યુને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેઓએ કહ્યું કે, 'અમે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અમારું દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે. અમે ભારતીય લોકોના મૃતદેહને વહેલામાં વહેલી તકે ભારત લાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છીએ.'

આ પણ વાંચોઃ હવે દરિયામાં ભારત અને ચીન થયું આમને-સામને, ભારતીય જહાજને ચીની કોસ્ટ ગાર્ડે રોક્યું

12 નાગરિકોની મોત, 16 લાપતા

જયસ્વાલે વધુમાં કહ્યું કે, 'રશિયાથી 16 ભારતીય નાગરિક લાપતા થયા છે. આ સિવાય વધેલાં ભારતીય નાગરિકોની જલ્દીથી મુક્તિ અને સ્વદેશ વાપસીની માંગ કરી છે.  યુક્રેનની સેના સામે લડતાં-લડતાં અત્યાર સુધીમાં 12 ભારતીયોની મોત થઈ છે. હાલ, ભારતીય નાગરિકો રશિયન સેનામાં સામેલ થયા હોય તેવા 126 કેસ સામે આવ્યા છે. જેમાંથી 96 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે. રશિયન સેનામાં હજુ સુધી 18 ભારતીય નાગરિક વધ્યા છે અને તેમાંથી 16 લાપતા છે. રશિયા દ્વારા તેઓને લાપતાની શ્રેણીમાં રાખ્યા છે. અમે વધેલા નાગરિકોની જલ્દી મુક્તિ અને સ્વદેશ વાપસીની માંગ કરી રહ્યા છીએ.'

વિવિધ અનુમાનો અનુસાર, રશિયાએ યુક્રેન સામે યુદ્ધમાં 55 થી 60 હજાર વિદેશી લડવૈયાઓને તૈનાત કર્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, આ લડવૈયાઓ ભારતીય, નેપાળી, ઘાના અને યમન જેવા ઘણાં દેશના લોકોનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચોઃ ભારતનું ટેન્શન વધ્યું, ચીને સૌથી મોટું રોકાણ કરતાં શ્રીલંકાનું હંબનટોટા પોર્ટ 99 વર્ષની લીઝ પર મેળવ્યું 

વડાપ્રધાને ભારતીયોની મુક્તિની કરી માંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે જુલાઈમાં મોસ્કોમાં રશિયન રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાર્તા દરમિયાન રશિયન સેનામાં કાર્યરત ભારતીય નાગરિકોની તુરંત મુક્તિનો મુદ્દો યોગ્ય રીતે ઉઠાવવામાં આવ્યો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં ભારતીય અધિકારીઓએ કહ્યું હતું કે, 85 ભારતીય નાગરિકોને રશિયન સેનામાંથી મુક્ત કરી દેવાયા છે. આ સાથે 20 અન્યની મુક્તિના પ્રયાસ શરૂ છે. ઓગસ્ટ 2024 માં રાષ્ટ્રીય દૂતાવાસે કહ્યું કે, મોસ્કો અને નવી દિલ્હી એવા ભારતીય નાગરિકોની તુરંત ઓળખ અને મુક્તિ માટે નજીકના સંકલનમાં કામ કરી રહ્યાં છે. જે સ્વેચ્છાથી લશ્કરી સેનામાં સામેલ થયા હતાં અનેસ હવે ઘરે પરત ફરવા ઈચ્છે છે. 


Google NewsGoogle News