Get The App

ન્યૂયોર્કમાં ઐતિહાસિક ટાઇમ્સ સ્કવેરમાં દુર્ગાપૂજા હજ્જારો ભારતવંશીઓ ભક્તિથી ભાવવિભોર બન્યા

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
ન્યૂયોર્કમાં ઐતિહાસિક ટાઇમ્સ સ્કવેરમાં દુર્ગાપૂજા હજ્જારો ભારતવંશીઓ ભક્તિથી ભાવવિભોર બન્યા 1 - image


- ભારતીય હિન્દુઓએ અમેરિકામાં ઊંડી છાપ પાડી છે

- બંગાળી મહિલાએ કહ્યું : મને મારૂં બંગાળનું બાળપણ યાદ આવે છે : આ ભવ્ય સમારોહથી મારો આત્મા નર્તન કરી ઉઠયો

ન્યૂયોર્ક : ન્યુયોર્કના ઐતિહાસિક 'ટાઇમ્સ સ્કવેર'માં દુર્ગાપુજાનો ભવ્ય સમારોહ યોજાઈ રહ્યો છે. તેમાં ભારતનાં દરેક રાજ્યોમાંથી અહીં આવીને વસેલા ભારતીયો સમાવિષ્ટ થાય છે. એવે સમયે મૂળ બંગાળથી આવીને વસેલી સુમોના સેટે તેઓના પોસ્ટ ઉપર લખ્યું, 'આ સમારોહ દરમિયાન જે ઊર્જા પ્રાપ્ત થઈ છે, તે એક તરફ પ્રાચીન સ્ત્રોતમાંથી આવી છે, તો બીજી તરફ અર્વાચિન સ્ત્રોતમાંથી પણ આવી છે. તેની ઉત્તેજના અદ્ભૂત છે, આનંદ પણ અદ્ભૂત છે.'

તેઓએ તેઓનાં પોસ્ટ ઉપર લખ્યું, 'હું ન્યૂયોર્કમાં મોટી થઈ છું પરંતુ હંમેશા બે વિવિધ સંસ્કૃતિઓનો આદર કરૂં છું. મારા મૂળ તો ભારતમાં છે, બંગાળની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલાં છે. તેમાં દેશી બંગાળી સંસ્કૃતિ' છે, પરંપરા છે સાથે ન્યૂયોર્ક શહેરનો અવિરામ ધબકાર પણ છે. આ બંને પ્રવાહોએ મારૂં ઘડતર કર્યું છે, તેઓએ વધુમાં કહ્યું, ઘણી વખત એવું લાગે છે કે, હું અમેરિકન્સ માટે વધુ પડતી 'દેશી' છું, તો મારા દક્ષિણ એશિયાઈ બાંધવો માટે હું વધુ પડતી અમેરિકન છું. આ સાથે તેઓએ અહીંના ટાઈમ્સ સ્કવેરમાં યોજાઈ રહેલા દુર્ગાપૂજા ઉત્સવનો વિડીયો પણ રજૂ કર્યો હતો. જેમાં આ ભવ્ય ઉત્સવ દેખાતો હતો.

શુભો સરોદીઓએ કહ્યું, 'ન્યૂયોર્ક સીટી પણ આપણા ભવ્ય ઉત્સવને વધાવે છે તે કલ્પનાતીત ઘટના છે. આશ્ચર્યજનક છે.'

ત્રીજી એ કે તેના પોર્ટલ ઉપર લખ્યું 'કેવી સુંદર ઉજવણી' ઓથારે લખ્યું, 'એક બંગાળી તરીકે મને ગર્વ છે,' કે અમો આ ઐતિહાસિક અને સ્મરણીય સ્થળે આ ઉત્સવ ઉજવી શક્યા છીએ.

અમેરિકામાં છેલ્લા કેટલાય દાયકાઓથી ત્યાં જઈ વસેલા ભારતીયોએ વિશેષત: હિન્દુઓએ અમેરિકામાં ઊંડી છાપ પાડી છે, તે પણ ત્યાં સુધી કે એક ભારતવંશીય ત્યાં ઉપપ્રમુખ છે. તેઓ હવે પ્રમુખપદની સ્પર્ધામાં છે. તેથી તદ્દન વિપરિત એક અન્ય ધર્મના લોકો ટ્વિન ટાવર્સ તોડી હાહાકાર મચાવ્યો હતો. અમેરિકામાં અનેક સ્થળોએ આતંક મચાવી રહ્યા છે.


Google NewsGoogle News